ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઇ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની તારીખ અને ચૂંટણી જાહેર કરાઇ હતી. 21 ફેબ્રુઆરીએ બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે.
3 ફેબ્રુઆરીએ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 8 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. જરૂર પડે તો 22 ફેબ્રુઆરીએ ફરીથી મતદાન થઇ શકશે. 23 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી હાથ ધરાશે. ઉમેદાવારી પત્ર ચકાસણી 9 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. બે જિલ્લા પંચાયતની 110 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. 17 તાલુકા પંચાયતની 436 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
અાપને જણાવી દઈએ કે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી છે. પુનઃમતદાનના કિસ્સામાં 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે જ રાજકોટ મહાનગર પાલિકાની ખાલી જગ્યા માટે પેટા ચૂંટણી પણ યોજાશે.