દિલ્હી ઓટો એક્સ્પો 2018 પહેલા સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SMIPL) દ્વારા 2018 એડીશનની સુઝુકી હાયબુઝા ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.કંપનીએ આ નવા એડિશનની કિંમત 2017ના એડિશન જેટલી જ રાખી છે.નવી સુઝુકી હાઈબુઝાની કિંમત 13.87 લાખ રૂપિયા છે.
ભારતમાં પ્રતિષ્ઠિત હાયબુઝા બ્રાન્ડના ઘણા પ્રશંસકો છે અને આ બાઇક ભારતમાંજ બનાવવામાં અાવે છે.2018 સુઝુકી હાઈબુઝામાં 1340 સીસી ઇન લાઇન, 4 સિલિન્ડર ફ્યુબલ ઇનજેક્ટેડ, લિક્વિડ-ક્યુલ્ડ DOHC એન્જિન છે.આ એન્જિન 197bhp નું પાવર અને 155 એનએમનું ટોર્ક જનરેટ કરે છે.એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.0 થી 100 કિ.મી.ની ઝડપ પકડતા આ બાઇકને 2.74 સેકન્ડનો સમય લાગે છે.બાઇકની ટોપ સ્પીડ 299 કિ.મી.છે.