વલસાડ નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આ વખતે વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે જેની સીધી અસર ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ પાર્ટી ના ઉમેદવારો પર પડશે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એ હાલ સુધી પણ તેમના ઉમેદવારો ની યાદી જાહેર કરી નથી જેના કારણે ભાજપ પક્ષમાંથી ટિકિટ માંગનાર લોકોમાંથી ઘણાએ અપક્ષ ઉમેદવારી કરવા માટે તૈયારીઓ પણ કરી લીધી હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળે છે.
વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ગત વખતે અતિ ઉત્કંઠા જગાવનાર અને ભારે રસાકસી ઉપરાંત સૌથી વધુ ઉમેદવારો ધરાવતો વોર્ડ નંબર 2 જે આ વખતે નવા સીમાંકન પ્રમાણે વોર્ડ નંબર 5 છે. જેમાં આ વખતે પણ ભારે રસાકસી રહેનાર છે આજરોજ વોર્ડ નંબર 5 ની બક્ષીપંચ બેઠક માટે કુંજનકુમાર રાજેશભાઇ મોદી એ તેમનું ઉમેદવારી પત્ર વલસાડ પ્રાંત અધિકારી સમક્ષ રજુ કર્યું છે. જે ભારતીય જનતા પાર્ટી માટે લાલ બતી સમાન કિસ્સો છે. ત્યારે હજુ ઘણા અપક્ષ ઉમેદવારો વોર્ડ નંબર 5 માં તેમની ઉમેદવારી નોંધાવશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને ગત નગરપાલીકા ની ચૂંટણી ની જેમ આ વખતે પણ આ વોર્ડ માં સૌથી વધુ ઉમેદવારો હશે એ વાત પણ ચોક્કસ છે.