લીલા ભણશાલીએ પહેલી જ વાર આ વિવાદને લઇને વાત કરી છે. હા, બિલકુલ, એક ફિલ્મમેકર તરીકે હું ઘાયલ થયો, મને ડરાવવામાં આવ્યો, મારવામાં પણ આવ્યો તેમ છતાંય મેં પોતાની ડિગ્નિટી જાળવી રાખી અને ભગવાન પર વિશ્વાસ કર્યો સંઘર્ષ જીવનનો એક હિસ્સો છે અને આ જ બાબત આપણને મજબૂત બનાવે છે. જ્યારે કોઇ તમારી પેશન અને કમિટમેન્ટ પર સવાલ ઉઠાવે છે ત્યારે તેને પૂરી તાકત સાથે જવાબ આપવો જોઇએ જ્યારે તમારી સાથે કંઇ ખોટુ થાય છે ત્યારે તમને એ વાતનો અહેસાસ થાય છે કે તમે અંદરથી કેટલાં તાકતવાન છો. આમ તો લોકો તાજમહેલ અને લત્તા મંગેશકરની પણ ટીકા કરે છે, તો પછી હું શું છે
મારા હિસાબે જ્યાં સુધી વિરોધ કે પ્રોટેસ્ટ એક આદર સાથે કરવામાં આવે ત્યા સુધી જ તેનો સ્વીકાર કરવો જોઇએ. મેં તેમને વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો કે ફિલ્મમાં એવું કંઇ જ નથી કે તમારા આત્મ સન્માન અને ગૌરવને ઠેસ પહોંચે. જોકે તેઓ સાંભળવા માટે તૈયાર જ નહોતા. આથી જ મેં પછી બોલવાનું બંધ કરી દીધુ. મારે એક એવી ફિલ્મ પર ધ્યાન આપવું હતું કે જેના પર આપણે તમામ ગર્વ લઇ શકીએ મારી પાસે લડવાનું ઓપ્શન હતું પરંતુ મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું મારા જીવનની આ સૌથી મોટી પરીક્ષા હતી.