રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે, તેવામાં ગુજરાતની બે મુખ્ય રાજકીય પાર્ટી સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ સત્તા માટે મેદાને છે, ત્યારે આ વખતે ગુજરાતની જનતા સામે અન્ય પાર્ટીઓ પણ પોતપોતાની રણનીતિથી સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પણ સક્રિયતાથી મેદાનમાં ઉતરી ચૂકી છે.
દેશમાં ખાસ કરીને મુસ્લિમોના હિતોની વાતો કરતી AIMIM પાર્ટી ગુજરાતના મુસ્લિમ મતદારો પર પોતાનો દરોમદર વધારી રહી છે.
ગુજરાતના મુસ્લિમો દરેક ચુંટણી સમયે મુખ્યરીતે કોંગ્રેસ તરફી વલણ ધરાવતા રહ્યા છે, રાજ્યમાં અંદાજિત 10 ટકાથી પણ વધારે મુસ્લિમ મતદારો છે, જેની સીધી પકડ કુલ બેઠકોમાંની 10 થી 15 બેઠકો પર રહી છે, અને તેમાં પણ 8 થી 10 બેઠકો એવી છે કે જ્યાં ચુંટણી સમયે મુસ્લિમ મતદારોનું વલણ જે પાર્ટી તરફે હોય છે તે પાર્ટી જ તે બેઠક જીતતી રહી છે.
સત્તાધારી ભાજપ ચુંટણી સમયે મુસ્લિમ મતદારોથી એક નિશ્ચિત અંતર રાખીને ચાલતું રહ્યું છે, તો સામે પક્ષે ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ દિન પ્રતિદિન નબળી પડતી રહી છે, આવા સમયે રાજ્યના મુસ્લિમ મતદારોને કોંગ્રેસ પાસેથી ઝૂંટવીને પોતાની તરફેણમાં કરવા માટે અસદુદ્દિન ઔવેસીની પાર્ટી AIMIM ગુજરાતમાં પગપેસારો વધારી રહી છે, અને એક પછી એક કાર્યક્રમો યોજીને ચુંટણી પ્રચારમાં લાગી ચૂકી છે.
વધુમાં 3 વર્ષ અગાઉ ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AIMIMના અમુક ઉમેદવારોએ જીત મેળવી હતી, આ પરિણામે AIMIM પાર્ટીના કાર્યકર્તાઓને પોઝિટિવ માહોલ આપી દીધેલ.
સામે પક્ષે આમ આદમી પાર્ટી પણ ગુજરાતના મુસ્લિમ મતદારોને પોતાની તરફે કરવા માટે કોઈ કસર છોડી નથી રહી, રાજ્યના અનેક જિલ્લાઓમાં આપ પાર્ટી મુસ્લિમ સમાજના પદાધિકારીઓથી લઈને સેંકડો કાર્યકરોને પાર્ટીમાં સ્થાન આપીને મુસ્લિમ સમાજને સંદેશો આપી ચૂકી છે.
ચૂંટણીમાં યોજનાઓ, મુદ્દાઓ વિગેરેની ચર્ચાઓ જોરશોરથી થતી હોય છે પરંતુ ચુંટણી મુખ્યત્વે તો જાતિગત સમીકરણોથી જ લડાતી હોય છે, અને દરેક રાજનૈતિક પાર્ટીઓ આ બાબત સંપૂર્ણપણે જાણતી હોય છે.
કુલ વસ્તીના 10 ટકા વસ્તી એ કોઈ નાની સંખ્યા નથી, રાજ્યમાં 10 ટકા મુસ્લિમો હોવા છતાં મુસ્લિમ સમાજના રાજકીય પ્રતિનિધિઓનું પ્રમાણ નહિવત રહ્યું છે, ગુજરાતમાં કચ્છ, ભરૂચ, અમદાવાદ અને સુરતની અમુક બેઠકો મુખ્યરીતે મુસ્લિમ સમાજના મતદારો પર સીધી નિર્ભર રહે છે, અને એટલે જ દરેક પાર્ટીઓ મુસ્લિમોને પોતાની તરફેણમાં કરવા માટે તલપાપડ થતી હોય છે.
આ સમગ્ર ગણિત, રણનીતિ અને જાહેરાતોની વચ્ચે AIMIM પાર્ટી પર હંમેશાથી મુસ્લિમ મતદારોના ભાગલા કરવાના આરોપો લગતા રહ્યા છે, મુસ્લિમ મતદારોને એક થઈને એક જ રાજકીય પક્ષમાં રાખવા માટેની વાતો કરતી AIMIM ચુંટણી સમયે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જતા મતો પોતાની પાર્ટીમાં લાવીને કોંગ્રેસને નુકશાન કરતી રહી છે, પરિણામે તેનો સીધો ફાયદો મૂખ્યરિતે ભાજપને મળતો રહ્યો છે.
દેશના અલગ અલગ પ્રદેશોમાં યોજાનારી ચૂંટણીઓમાં AIMIM ભાગ લેતી આવી છે, પરંતુ પરિણામમાં નહિવત્ લાભો મેળવતી રહી છે, ત્યારે ગુજરાતમાં આગામી ચૂંટણીની જોરશોરથી તૈયરીઓ કરતી AIMIM પાર્ટી શું કરી શકે છે તે જોવું રહેશે.
સોમવાર, મે 5
Breaking
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું