દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી એસ.જી.મલિક ની ઉપસ્થિત માં વલસાડ પોલીસ હેડ કવાટર્સ તાલીમ ભવનમાં સ્થાનિક નેતાઓ અને નિવૃત પોલીસ અધિકારી ઓ ની એક મિટિંગનું આયોજન દરમિયાન એક જાગૃત નાગરિકના પૂછાયેલા પ્રશ્ન વલસાડ માં સબજેલન હોવાથી સરકારને વર્ષે લાખોના ખર્ચનું ઇંધણ અને સમગ્ર પ્રજાને પડતી અસુવિધા બાબતે રેન્જ આઈજી મલિક એ જણાવ્યું હતું કે પોલીસ વિભાગને વલસાડ જિલ્લામાં સબજેલ ન હોવાથી પોલીસ સ્ટાફ,વાહનો,અને ઇંધણ નો લાખોનો ખર્ચો વધુ કરવા પડે છે.
[slideshow_deploy id=’28990′]
માટે અમો પણ સરકાર પાસે સબજેલ વલસાડ જિલ્લાને જલ્દી મળે તેવા પ્રયત્નો કરીએ છીએ. જે મિટિંગ માં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુ દેસાઈ,સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ,પાલિકા પ્રમુખ સોનલ સોલંકી, અને જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી ની ઉપસ્થિત માં અને જિલ્લાના વિવિધ અગ્રણી ઓની હાજરીમાં યોજાયેલ મિટિંગમાં ભિલાડ રેલવે ફાટક પાસે સંજાણ,સરીગામ, ના રસ્તાઓ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા, ડુંગરી પોલીસ મથક ના પોલીસકર્મીઓ માટે ગ્રામપંચાયત દ્વારા અપાયેલ જમીનપર ઝડપથી બાંધકામ માટે,સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં વારંવાર થતી બદલી, એટરોસિટી ની કલમ કેસમાં લગાડવા પેહલા જરૂરી તપાસ કરવા અને પોલીસ ની ફરજ ના કલાકો ખરેખર કેટલાછે? તે બાબતે પ્રશ્નના જવાબ રેન્જ આઈજી એ આપ્યા હતા.
નેતાઓ અને સર્વ ઉપસ્થિત ઓએ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી ની કાર્યશૈલી અને જિલ્લામાં કાયદા અને વ્યવસ્થા ની ખુલ્લામને પ્રશ્નશા કરી હતી. ડી.વાય.એસ.પી ઝાલા એ સમગ્ર કાર્યક્રમ માટે ઉપસ્થિત નું સ્વાગત અને આભાર માન્યો હતો. જ્યારે આ કાર્યક્રમ પણ આશ્રયજનક રીતે સમગ્ર કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય ગીત ગાયા વિના છૂટાં પડ્યા હતા.