રાજસ્થાનનીપેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસને સંજીવની મળી છે.વિપક્ષની બેઠક દરમિયાન અા વાત બિલકુલ સ્પષ્ટ દેખાતી હતી.તમામ રાજકીય પક્ષોઅે સોનિયા ગાંધી અને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને જીત બદલ અભિનંદન આપ્યા.
ગુરૂવારે સંસદ ભવનના પુસ્તકાલયમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, વરિષ્ઠ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ, મલિકાર્જુન ખડગે, એહમદ પટેલ, શરદ પવાર, નેશનલ કોન્ફ્રરન્સના ફારુખ અબ્દુલ્લા, રાજદ તરફથી મીસા ભારતી, જયપ્રકાશ નારાયણ, તૃણમુલના ડેરેક ઓ બ્રાયન, ભકપાના ડી. રાજા, સપાના રામગોપલ યાદવ, માકપાના મોહમ્મદ સલીમ,ટીકે રંગરાજન, જદ (એસ) ના કે કે રેડ્ડી, જદયુથી અલગ પડેલા શરદ યાદવ, રાલોદના અજિત સિંહ, જેએમએમના સંજીવ કુમાર, એઆઇયુડીએફના બદુરદ્દીન અઝલ, કેરળ કૉંગ્રેસના જોય અબ્રાહમ, આઈયુએમએલ અને આરપીએસ નેતાઓ પણ સામેલ હતા. બસપા બેઠકમાં સામેલ નથી થયુ.
બેઠકમાં જે મુદાપર ચર્ચા થઈ હતી તેમાં ત્રિપલ તલાક બિલ, સુપ્રીમ કોર્ટના જજોનો વિવાદ અને ઉત્તરપ્રદેશમાં ફાટેલી હિંસાનો સમાવેશ થાય છે.સોનિયાએ જણાવ્યું હતું કે કોમી હિંસાની સાથે ધૃણાની વિચારધારા, જાતિગત માનસિકતાને અટકાવવા માટે વિરોધપક્ષે અેક થવુ પડશે.કૉંગ્રેસના મહાસચિવ ગુલામ નબી આઝાદે વિરોધ પક્ષના બધા જ પક્ષોને એકીકૃત કરવા માટે સંપર્ક કર્યો હતો. જો કે પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમાં ગેરહાજર રહ્યા.