પંજાબમાં ધારાસભ્યોના પેન્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબમાં આજથી ‘એક ધારાસભ્ય, એક પેન્શન’ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આજથી એક ધારાસભ્યને માત્ર એક જ પેન્શન મળશે. રાજ્યપાલે માન સરકારે પસાર કરેલા બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલની મંજુરી મળ્યા બાદ સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ખુદ મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મુખ્યમંત્રીએ તેમના ટ્વીટમાં કહ્યું છે કે “મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે રાજ્યપાલે ‘વન ધારાસભ્ય એક પેન્શન’ યોજનાને મંજૂરી આપી છે. તેનાથી લોકોના ટેક્સના પૈસા બચશે. જનતાના ટેક્સના પૈસા રાજકારણીઓ પર નહીં પણ લોકોના કામો પર ખર્ચાશે.