સુઝકી મોટરસાઇકલ ઇન્ડિયાએ જાન્યુઆરીમાં 41.7 ટકાનો વધારો કર્યો છે, કંપનીએ ગયા મહિને 49,763 યુનિટ્સ વેચ્યા હતા જેમાં 4,476 ગાડીઓ અેક્સપર્ટ કરવામાં આવી હતી.વર્ષની શરૂઆતમાં આ એક સારી શરૂઆત છે.
એપ્રિલ 2017 થી જાન્યુઆરી 2018 વચ્ચે કંપનીએ 470,499 ગાડીઓ વેચીને રેકોર્ડ્સ બ્રેક વેચાણ કર્યુ, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 340,294 યુનિટનો હતો.સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા નાણાકીય વર્ષ 2017-18 માં 5 લાખ યુનિટ્સનું વેચાણ કરવાનું લક્ષ્ય છે.
જાન્યુઆરી 2018 માં હોન્ડા મોટરસાઈકલમાં 517,732 યુનિટ વેચીને 33 ટકા વૃદ્ધિ ગ્રોથ કર્યો છે, જ્યારે ગયા વર્ષે આ આંકડામાં 389,313 યુનિટ હતા.રોયલ એનફિલ્ડમાં જાન્યુઆરીમાં 77,878 વાહનોના વેચાણમાં 31 ટકાનો વધારો થયો હતો.
દિલ્હીમાં અાયોજીત ઓટો એક્સ્પોમાં સુઝુકી મોટરસાઇકલ 17 નવા મોડલ્સ પ્રદર્શિત કરશે.