અામીર ખાન અને ઝાયરા વસિમ સ્ટારર ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ચીનની બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે.બે અઠવાડિયામાં ફિલ્મની કમાણીનો આંક 509 કરોડ થયો છે.
પીકે, દંગલ પછી સિક્રેટ સુપરસ્ટારની રેકોર્ડિંગ કમાણીથી ચીનમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના સ્ટારડમનો પુરાવો આપ્યો છે.ચાઈનીઝ બૉક્સ ઑફિસ પર આમિરનો જલવો છવાયેલો છે. ચીનમાં આમિરની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.તાજેતરમાં અામીરે જણાવ્યું હતું કે તેઓ ચીન એક્ક્ટર્સ સાથે કામ કરવા માંગે છે.