નાણા મંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલા અંતિમ બજેટમાં ગ્રામીણ વિસ્તાર, સીનીયર સીટીઝન અને ખેડૂતોને ધ્યાનમાં રાખ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં માટે કોઈ મોટી જાહેરાત કરી નથી અને આવકવેરાના સ્લેબમાં પણ કોઈ વધારો કર્યો નથી. ત્યારે હિમાચલ, પંજાબ સહિત આંધ્રપ્રદેશને અપેક્ષા અનુસાર નાંણાની ફાળવણી પણ કરવામાં આવી નથી. જયારે આંધ્ર પ્રદેશમાં બજેટમાં કશું જ ફાળવવામાં આવ્યું નથી. જેના પગલે હવે ચંદ્રબાબુની તેલુગુદેશમ પાર્ટી ભાજપ વિરુદ્ધ મોરચા માંડવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ દેશના ભાજપની આગેવાનીમાં એકત્ર થયેલા NDA માં હવે ભંગાણની શરૂઆત થઈ ચુકી છે. જેમાં પણ ભાજપ સાથે વર્ષોથી NDA માં સામેલ રહેલી શિવસેનાએ છેડો ફાડી લેવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાએ પણ ગત મહીને તેમની એક મહત્વની બેઠકમાં નિર્ણય લીધો હતો કે વર્ષ ૨૦૧૯માં યોજાનારા વિધાનસભા અને લોકસભા ચુંટણી તે એકલા હાથે લડશે.
અામ NDA સામે શિવસેના બાદ હવે તેલુગુદેશમ પાર્ટી પણ મોરચો કરશે તેવુ લાગી રહ્યુ છે. ચંદ્રબાબુએ તેમના તમામ સાંસદો અને નેતાઓને કોઈપણ પ્રકારના નિવેદનો નહીં કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ગઠબંધન ધર્મ નિભાવી રહ્યા છે. પણ ભાજપને અમારી જરૂર નહીં હોય તો નમસ્તે કહીને નિકળી જશે. ટીડીપી સાંસદોએ નાયડૂને બજેટને લઈને ફરિયાદ કરી હતી.