અશોક લેલેન્ડના EV વિભાગ સ્વિચ મોબિલિટીએ આજે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર એસી બસ રજૂ કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું, “આજે મુંબઈમાં અશોક લેલેન્ડની ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લોન્ચ કરતાં મને ઘણો આનંદ થાય છે.
હાલમાં, સ્વિચ યુનાઇટેડ કિંગડમમાં તેની ટ્વીન-ફ્લોર ઇલેક્ટ્રિક એસી બસો ચલાવી રહી છે. આ ઇલેક્ટ્રિક ડબલ-ડેકર એસી બસ EiV22માં 231 kWhની બેટરી અને તેને ચાર્જ કરવા માટે ડ્યુઅલ ગન ચાર્જિંગ સિસ્ટમ છે. કંપની અનુસાર, આ બસ એક વખત ચાર્જ કરવા પર 250 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
કંપનીએ જણાવ્યું હતું કે કંપનીને મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક ડબલ-ડેકર બસોનો ઓર્ડર મળ્યો છે અને તે દેશમાં ઈલેક્ટ્રિક ડબલ-ડેકર સેગમેન્ટમાં પોતાનું આગવું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વર્ષે એપ્રિલમાં, સ્વિચ મોબિલિટીએ ભારત અને યુકેમાં ઇલેક્ટ્રિક બસો અને હળવા કોમર્શિયલ વાહનોની શ્રેણી વિકસાવવા માટે £300 મિલિયનના રોકાણની જાહેરાત કરી હતી.
સ્વિચ EiV 22 ભારત માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે EiV 22 જાહેર પરિવહનમાં સફળતા હાંસલ કરશે.