ગતરોજ સુરતમાં હપ્તાખોરીને ઘટનાને ખુલ્લો પાડનાર એડવાકેટ મેહુલ બોઘરા પર TRB જવાન દ્રારા જીવલેણ હુમલો કરવામાં આવ્યુ હતું એક સાથે 15થી 16 લાકડીના ઘા મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જેને લઇ સમ્રગ ગુજરાતમાં ઘટનાની ચકચાર મચી જવા પામી છે હુમલાની ઘટનાને લઇ પોલીસે TRB જવાન વિરુદ્ર 307 હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી હાલ કેસની ઉચ્ચઅધિકારીઓ દ્રારા તપાસ ધમધમાટ ચલાવમાં આવી રહ્યો છે.
આ અંગે સુરત ટ્રાફિક પોલીસ કમિશનર પ્રવીણમલે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યુ કે 18 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં ટ્રાફિક પોલીસ સુરતના લશ્કાણા ખાતે ટ્રાફિક પોલીસ કર્મી અરિવિંદ ગામીત,હરેશ અને TRB જવાન સાજન ભરવાડ ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એડવોકેટ મેહુલ બોઘરા ફેસબુક લાઇવ કરતા હતા તે દરમિયાન મેહુલ બોધરા અને TRB જવાન વચ્ચે ઘર્ષણ થયુ હતું જયાં TRBએ મેહુલ બોધરાને લાકડીઓ વડે માર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોચી છે જે અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં 307 ,324. રાયોટિંગના ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા જેમાં મેહુલ બોઘરા વિરુદ્ર પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનવુ , ખેંચતાણ ,બોલાચાલી સહિતના ગુનો નોંધાયો છે આગાઉ પણ સરથાણ પોલીસમાં મેહુલ બોઘરા વિરુદ્ર ફરિયાદ નોંધાઇ છે જેમાં 332, એટ્રોસિટી, બળજબરીના ગુના પોલીસે દાખલ કર્યાછે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા વિડિયો માટે એન્ડીશનલ ટ્રાફિક પોલીસ શરદ સિંગલને તપાસ સોપાઇ છે જે બનાવ બન્યુ છે તેમાં સાજન ભરવાડના વર્તૂણકમાંથી બરતરફ પણ કરવામાં આવ્યુ છે અને બંને ગુનાની તપાલ ACP કક્ષા અધિકારીઓ દ્રારા કરવામાં આવી રહી છે