આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ બાબતે જણાવ્યું કે, દિલ્લીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાજીના ઘરે CBI તપાસ કરવા પહોંચી છે. આ પહેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ઘરે પણ CBI પહોંચી હતી પણ ક્યાંય પણ CBIને અત્યાર સુધી કશું મળ્યું નથી. અમે CBIનું સ્વાગત કરીએ છીએ. પણ સવાલ એ છે કે ભ્રષ્ટ ભાજપ પોતાના ભ્રષ્ટ અને બળાત્કારી નેતાઓને બચાવે છે અને મનીષજીના દિલ્લીના શિક્ષણ મોડલના વખાણ આખા વિશ્વમાં થઇ રહ્યા અને ન્યુયોર્ક ટાઈમ્સએ પણ આ વિશે છાપ્યું છે, એના વખાણ કરવાની જગ્યાએ ભ્રષ્ટ ભાજપ CBIનો દુરુપયોગ કરીને તેમને ડરાવવાની કોશિશ કરે છે.
આજે મનીષજીએ દિલ્લીના લાખો બાળકોનું શિક્ષણ સુધાર્યું છે, એ બાળકોનું ભવિષ્ય સુધરે નહીં અને બાળકો અશિક્ષિત રહી જાય એના માટે નિર્લજ્જ ભાજપ ષડયંત્ર રચી રહ્યું છે. પ્રધાનમંત્રીજી એમ કહે છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કરવું જોઈએ તો અહીંયા ગુજરાતમાં 20,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તો પ્રધાનમંત્રીજી ગુજરાતમાં સીબીઆઇ અને ઇડી મોકલે, લઠ્ઠાકાંડના કારણે ગુજરાતમાં 75 લોકોના મોત થયા છે પણ પ્રધાનમંત્રીજીએ CBI અને ED મોકલી નથી. આજે લાખો કરોડોના કૌભાંડ થાય છે, બ્રિજ બનવાના 15-20 દિવસમાં બ્રિજ તૂટી જાય છે પણ એની તપાસ કરવા કોઈ CBI કે ED આવતી નથી. એનો મતલબ સાફ છે કે પ્રધાનમંત્રીજી ભાજપના ભ્રષ્ટ નેતાઓને બચાવે છે અને છાવરે છે. પણ વિપક્ષ જ્યારે સારું કામ કરે છે ત્યારે તેમના ઘરે CBI મોકલવામાં આવે છે.
દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનજીએ દિલ્લીની સ્વાસ્થ્ય વ્યવસ્થા બદલવા માટે ખૂબ જ શાનદાર કામ કર્યું અને આજે દિલ્લીની શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થાના વખાણ આખી દુનિયામાં થઈ રહ્યા છે અને બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ દિલ્લીમાં આવીને દિલ્લી મોડેલના વખાણ કરે છે એટલા માટે ભાજપને કષ્ટ થઈ રહ્યું છે.
ખાસ કરીને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સક્રિય છે અને આમ આદમી પાર્ટીને જનતાનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે એના કારણે ભાજપ એટલી ડરી ગઈ છે એના કારણે તેઓ આ રીતે દિલ્લીના શિક્ષા અને આરોગ્ય મંત્રીના ઘરે રેડ પાડીને તેમની ધરપકડ કરે છે. અને ભાજપવાળા સોશિયલ મીડિયા પર એક ખોટી જાણકારી ફેલાવે છે કે આ નેતાઓએ ખોટું કામ કર્યું છે. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના ઘરે રેડ પડી છે પણ કશું મળ્યું નથી. સત્યેન્દ્ર જૈનજીના કેસમાં EDને કોર્ટ તરફથી ફટકાર પણ મળી છે.
આજેે દુનિયામાં બધા લોકો કહે છે તમે સર્વે કરાવો કે મનીષજીએ દિલ્લીમાં સારી શિક્ષણ વ્યવસ્થા બનાવી છે કે નહિ, મનીષ સિસોદીયાએ સારુ કામ કર્યું છે કે નથી કર્યુ, તમે સર્વે કરશો તો લોકો હા જ પાડશે. જો CBIથી મોટું પણ કોઈ હોય તો તેને પણ મોકલજો અમે કોઈના નથી ડરવાના નથી, ભાજપથી જેટલી પણ કોશિશ થતી હોય એ કરી લે પણ એક વાત નક્કી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.
મારે એટલું જ કહેવું છે કે સારું કામ કરનાર વિપક્ષને હેરાન કરવું અને CBIને કઠપૂતળી તરીકે ઉપયોગ કરવું એ કોઈપણ રીતે સારું કાર્ય નથી.