આજના યુવાનોને વિદેશી જવાની ઘણી ઘેલ્છા હોય છે. વિદેશ જવા માટે મો માગ્યા પૈસા પણ આપવા તૈયાર હોય છે પંરતુ કેટલાક ઠગિયાઓ વિદેશ જવાની લાલચ આપી કરોડો રૂપિયા પડાવી તેમની સાથે છેંતરપિંડી આચરતા હોય છે તો કેટલાક કિસ્સોઓમાં એજન્ટો દ્રારા ગેરકાયદેસર રીતે પણ લોકોને લાખો રૂપિયા લઇ વિદેશમાં ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એકવાર વિદેશ જવાની લાલચ આપી શખ્સે કરોડો રૂપિયાની છેંતરપિંડી આચરી છે.
રાજ્યમાં સુરત દિવસને દિવસે ક્રાઇમ કેપિટલ તરીકે ઓળખાતો જઇ રહ્યો છે.જયાં લૂંટ,હત્યા,ખંડણી, ઠગાઇ સહિતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે, સુરતમાં કબૂતરબાજી કરતા શખ્સે વિદેશ જવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેંતરપિંડી આચરી છે. આં અગે સુરત ક્રાઇમબ્રાન્ચને સમ્રગ ઘટનાની તપાસ સોંપાતા ક્રાઇમબ્રાન્ચ કબૂતરબાજ મહાઠગની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જયાં ઠગાઇ આચરનાર શખ્સે 25થી વધુ લોકો પાસેથી વિદેશ જવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેર્રયા હતા ક્રાઇમબ્રાન્ચે સઘન પૂછપરછ કરતા 7 કરોડની ઠગાઇ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. અને પૌસા કેવી રીતે કેટલી -કેટલી રકમ લીધા છે તે અંગે ઘનિષ્ઠ પૂછપરછ હાથધરી છે.
થોડાક સમય આગાઉ ગાંધીનગરના કલોલમાં વિદેશ જવાની ઘેલ્છામાં ગેરકાયેદસર ઘૂસણખોરી કરતા સમયે ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાં ગાંધીનગર યુવક પોતના પરિવાર સાથે એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહ્યો હતો તે દરમિયાન હાડ થીજવતી ઠંડીમાં મોત નિપજ્યા હતા ત્યાં પણ કબૂતરબાજ એન્જટોનો નામ ખુલ્યો હતું