ગાંધીનગર ઈન્વેસ્ટર રાઉન ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં સીએમ ભૂપેન્દ્રની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સ યોજાઈ હતી. ધોલેરા ભીમનાથ પ્રોજેક્ટની જમીન સંપાદનમાં 6 મહિનામાં કામ પૂર્ણ કરાશે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. સીએમ એ આ દરમિયાન કહ્યું હતું કે, દિલ્હી, મુંબઈ ઈન્વેસ્ટર કોરીડોરમાં ધોલેરા સર સૌથી મહત્વનો ભાગ બની રહ્યો છે. વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.ધોલેરા સર પ્રોજેકટ વિઘ્ન વગર પાર પાડવા સરકારે ખેડૂતોને જમીનના એક વીઘાના અનેક ગણા વધુ ભાવ આપ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે જેવો હાઈવે બને તેવી શક્યતાઓ છે.ખાસ કરીને અગાઉ પણ ધોલેરાની જમીન સંપાદનને લઈને વાત સામે આવી હતી ત્યારે આ મામલે મુખ્યમંત્રીએ સંપાદન માટેની વાત જણાવી હતી. અમદાવાદ જિલ્લામાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે સર સાથે સરદાર પટેલ રિંગ રોડથી ધોલેરા સર સુધી 109 કિમી લંબાઈનો 4 કે 6 લેનનો એક્સપ્રેસ હાઈવે બની શકે છે.ખાસ કરીને સરખેજથી ધોલેરાનો રસ્તો લોકો બે કલાકની જગ્યાએ માત્ર 80 મિનિટની અંદર કાપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે. ખાસ કરીને આ જમીનના અગાઉ સરકારે હેક્ટરદીઠ જમીનના ભાવ પણ નક્કી કર્યા હતા.