રખડતા પશુઓના કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. થોડા દિવસો પહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ત્રિરંગા રેલી દરમિયાન ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વડોદરામાં રખડતા પશુઓના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી વધુ એક મોંઘી પડી છે. રાત્રે રસ્તા પર બેઠેલા ઢોરને કારણે જીગ્નેશ રાજપૂત નામના 48 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે સુભાનપુરા ઝાંસી રાની સર્કલ ખાતે બની હતી. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહનચાલકો ગાયોને રસ્તા પર દોડતી જોઈ શક્યા ન હતા. જેના કારણે 48 વર્ષીય જીજ્ઞેશ રાજપૂતે જીવ ગુમાવ્યો છે. યુવકના મોતથી તેની પત્ની અને પુત્રીનો આધાર તૂટી ગયો છે.