રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા ગુજરાતની સુરક્ષા એજન્સીઓ એકશન મોડમાં જોવા મળી રહી જે પ્રકારે માદકપર્દાથનું વેચાણ ગુજરાતમાં ધમધમી રહ્યો છે તેને જોતા એમ ડી ડ્રગ્સ, ચરસ, ગાંજો,કોકેઇન સહિતના જથ્થો ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તાજેતરમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથલાગી હતી જેમાં હજારો યુવાનો નશાના કાળોકારોબાર ધકેલાતા બચ્યા છે ATSની ટીમ ખાનગીરાહે બાતમી મળી હતી કે વડોદરાના મોકસી તાલુકામાં આવેલી નેકટરહોમ કંપીનીમાં માર્બલા ભૂકાની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ બનાવામાં આવતુ હતું જયાં ATS દરોડા પાડી કંપનીમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિં 1 હજાર કરોડ અંદાજવામાં આવી છે વડોદરામાં ફરી એકવાર ખાનગી કંપનીમાં ATSની ટીમે દરોડા પાડ્યા છે જેમાં ડ્રગ્સની રો મટરિયલેના આધારે શંકા રાખી ATS દ્રારા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યુ છે 200 કિલોથી વધુ રો મટરિયલ પ્રવાહી સ્વરૂપે લાવવામાં ખાનગી કંપનીમાં લાવવામાં આવ્યુ હતું અત્યાર ડ્ર્ગ્સ ઝડપાયો કે નહી તેની અત્યારે કોઇ માહિતી નથી હાલ બાતમીના આધારે ATS દ્રારા તપાસનો ધમધમાટ પુરજોશમાં ચલાવામાં આવી રહ્યો છે.