આગ એટલી ભીષણ હતી કે તેણે જોતા જ આખી બસને લપેટમાં લીધી હતી. આગ લાગતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાને પગલે થોડીવાર માટે રોડ પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીના ગંગાપુર તાલુકામાં ગઈકાલે રાત્રે ચાલતી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પરંતુ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એટલે કે STના બસ ડ્રાઈવરે ખૂબ જ સાવધાનીથી પરિસ્થિતિને સંભાળી અને બસમાં સવાર તમામ મુસાફરોના જીવ બચાવ્યા. ઘટના સમયે બસમાં બે ડઝનથી વધુ મુસાફરો સવાર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરેગાંવના નાસિકથી હિંગોલી જઈ રહેલી એસટી બસમાં આજે સવારે લગભગ 1 વાગે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં આખી બસ બળીને રાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે બસમાં સવાર 25થી વધુ મુસાફરોને કંઈ થયું ન હતું અને તમામનો આબાદ બચાવ થયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ગંભીર હતી કે તેણે જોતા જ આખી બસને લપેટમાં લઈ લીધી. આગ લાગતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાને પગલે થોડીવાર માટે રોડ પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
નાસિક-હિંગોલી બસ રવિવારે રાત્રે નાશિકના ડેપો નંબર-1થી નીકળી હતી. જ્યારે બસ બપોરે 1 વાગ્યાની આસપાસ ગંગાપુર તાલુકાના ધોરેગાંવ પહોંચી ત્યારે એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને બસના ડ્રાઈવરે તરત જ બસ રોકી હતી. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટરે સાવધાનીપૂર્વક બસમાં સવાર 26 મુસાફરોને નીચે ઉતાર્યા. તમામ મુસાફરો નીચે ઉતરીને બસથી થોડે દૂર સલામત સ્થળે ગયા હતા. આ દરમિયાન આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.
આગની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે ડ્રાઈવર અને કંડક્ટર સહિત 26 મુસાફરો સુરક્ષિત છે. આગની માહિતી મળતાં જ એસટીના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા અને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.