ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે સોમવારે કહ્યું હતું કે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ રોકવા માટે લોકોએ ખુલ્લેઆમ આતંકવાદનો વિરોધ કરવાની જરૂર છે. તેઓ શિમલા પ્રેસ ક્લબ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ખેરે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને મારવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા બાદ આવા મામલાઓમાં ઘટાડો થયો છે.
અભિનેતાએ કહ્યું, “તાજેતરમાં આતંકવાદીઓએ ફરીથી કેન્દ્રશાસિત પ્રદેશમાં લક્ષ્યાંકિત હત્યાઓ શરૂ કરી છે. જો કે હવે તેઓ દેશભક્ત મુસ્લિમોને પણ મારી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે 2022માં ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા બાદ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વધી છે, પરંતુ મને એવું નથી લાગતું.” ખેરે સ્થાનિક પત્રકાર સુરેશ શાંડિલ્યની હિન્દી નવલકથા ‘પુનર્વસ’ રિલીઝ કરી હતી.