અમદાવાદ શહેરના જુદા -જુદા વિસ્તારોમાં આવેલા તળાવો હવે પાણીથી છલકાઇ ઉઠશે તે માટે તંત્ર દ્રારા સાબદું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે જુદા-જુદા વિસ્તારોમાં સુક્કાભઠ્ઠા પડેલા તળવોમાં હવે નવા નીરની આવક થશે જેમાં નર્મદાનું પાણી અમદાવાદના તળાવોમાં છોડવામાં આવશે ઉત્તર ,પશ્મિ ઝોનમાં નર્મદાના પાણીથી ભરવામાં આવશે અમદાવાદ થોડકા અંતરે આવેલા જાસપુર નર્મદા કેનાલમાંથી પાણી લેવા RCC ગેવ્રીટી લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા અંદાજે 5 કરોડ 10 લાખ રૂપિયાને ખર્ચે આ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યુ છે કેનાલમાંથી વેક્યુમ પદ્રતિનો ઉપયોગ કરી તળાવમાં પાણી છોડવામાં આવશે હવે અમદાવાદમાં બારેમાસ પાણીની સતત આવક રહેશે પહેલા માત્ર ચોમાસમાં જ પાણીથી તળાવો ભરાયેલા રહેતા હતા હવે ઉનાળામાં પાણીના આવક યથાવત રહેશે.