સ્માર્ટસિટી અમદાવાદ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેમજ અમદાવાદમાં મેટ્રો રેલ્વેએ સ્માર્ટસીટી અમદાવાદની શોભા પર ચાર ચાંદ લગાડી દીધા છે. પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ જાહેર દિવલો ,બ્રિજ તેમજ મેટ્રોના પિલ્લરો તમામ રાજ્કીય પાર્ટીઓ માટે પ્રચાર પ્રસારના માધ્ય બન્યા છે ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ વચ્ચે ચિત્રો યુદ્ર ચાલી રહ્યુ છે જેમાં સ્માર્ટસીટી અમદાવાદની શાનમાં રાજ્કીય પક્ષોના ચિતરામણ કરેલા રાજ્કીય ચિહન્નો કાળા ટીલી સમાન છે.
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓને લઇ કોર્પોરેશનને જનતાના રોષનો ભોગ બનવો પડી રહ્યો છે આજે અમદાવાદના બે DYMC અને મેટ્રોના અધિકારી વચ્ચે બેઠક મળી હતી જેમા મેટ્રોના પિલ્લર લખવામાં આવેલા રાજ્કીય પક્ષોના ચિન્હો દુર કરવા બેઠક ચર્ચા કરાઇ છે જેમાં મહિના અંત સુધી મેટ્રોના પિલ્લરો પરના લખાણ દુર કરવામાં આવશે તે માટે જનતા ટેકસ પૌસાનું હવે દીવલો પર કુચડો મારવામાં આવશે પ્રચાર થાય કે પછી તેના લખાણ દુર થાય આખરે ભોગવાનો જનતા જ આવે છે.