જમ્મુ-કાશ્મીર પોલીસ અને સિક્યુરિટી ફોર્સે શનિવારે જોઈન્ટ ઓપરેશનમાં લશ્કર-એ-તોઈબાથી ટ્રેનિંગ લઈને આવી રહેલા બે આતંકીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને કાશ્મીરના રહેવાસી છે. તેમને પાકિસ્તાવ હાઈ કમિશને વિઝા આપ્યા હતા. લશ્કરમાં સામેલ થઈને તેઓ કાશ્મીરની આતંકી ગતીવિધિઓમાં સામેલ થવા માગતા હતા. આ વિશે માહિતી મળતાં જ તેમની વાઘા બોર્ડર પર ધરપકડ કરી લેવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પોલીસે જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ લેનાર બે શખ્સનું નામ અબ્દુલ માજીદ ભટ અને મોહમ્મદ અશરફ મીર છે. તેઓ કાશ્મીર પરત ફરીને આતંક કરવા માગતા હતા. જોકે જોઈન્ટ ઓપરેશન કરીને તેમની વાઘા બોર્ડર પર જ ધરપકડ કરી લેવામાં આવી છે.