આર્કટિક આઇસબર્ગમાં માછલીની નવી પ્રજાતિ મળી આવતા સંશોધકો દંગ રહી ગયા છે. આ માછલીઓની આંખો તેજસ્વી હોય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ માછલીઓના લોહીમાં હાજર એન્ટી-ફ્રીઝ પ્રોટીનને કારણે તેમનો રંગ તેજસ્વી લીલો છે. અમેરિકન મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીના સંશોધક અને સિટી યુનિવર્સિટી ઑફ ન્યૂ યોર્કની બરુચ કૉલેજમાં જીવવિજ્ઞાનના પ્રોફેસર ડેવિડ ગ્રુબરે આ માછલીઓ પર અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું.
સ્નેઇલફિશ એ માછલીઓની કેટલીક પ્રજાતિઓમાંની એક હતી જે આઇસબર્ગની તિરાડોમાં રહેતી હતી. આટલી નાની માછલી આવા ઠંડા વાતાવરણમાં જીવી શકે તે આશ્ચર્યજનક છે. ગ્રુબરે જણાવ્યું હતું કે એન્ટિફ્રીઝ પ્રોટીન નાના બરફના સ્ફટિકોની સપાટી પર વળગી રહે છે અને તેમને મોટા, વધુ ખતરનાક, સ્ફટિકોમાં વધતા અટકાવે છે.
તેમણે કહ્યું કે ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવની માછલીઓએ આ પ્રોટીન વિકસાવ્યું છે. ગ્રીનલેન્ડમાં થયેલા આ સંશોધન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે દરિયાઈ જીવોમાં ઉત્ક્રાંતિના ફેરફારો થઈ રહ્યા છે. બ્રાઇટનેસ એ આર્ક્ટિક પ્રદેશની કઠોર પરિસ્થિતિઓમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે પ્રજાતિઓ દ્વારા વિકસિત એક લાક્ષણિકતા હોવાનું માનવામાં આવે છે.
આ માછલીઓની તસવીર જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. આ માછલીઓની તસવીરો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી છે. ઘણા યુઝર્સે તો એમ પણ કહ્યું છે કે આ એલિયન માછલીઓ છે.