રાજ્યમાં TRB જવાનની દાદાગીરી દિવસેને દિવસે ચરમસીમા પહોંચી રહી છે તાજેતરમાં સુરતના એડવાકેટ મેહુલ બોઘરા દ્રારા TRB જવાનને પૈસા પડાવાની કરતૂતોને ઉઘાડી પાડતા TRB જવાન દ્રારા જીવલેણ હુમલો કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ટ્રાફિક વિભાગ એકશન મોડમાં આવ્યો છે અને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સુરતમાં TRB જવાન દ્રારા વાહનચાલકોને રોકી કાયદાનું ડર બતાવી પૈસા પડાવાની અનેક ફરિયાદો સુરત ટ્રાફિક પોલીસ કમિશનરને મળી છે જેના અનુંસંધાને સુરત ટ્રાફિક પોલીસ કમિશનર દ્રારા 37 જેટલા TRB જવાનોને ફરજ પર બેદરકારી દાખવવા, કાયદના ડર બતાવી લોકો પાસેથી તોડ કરવા , તેમજ ગેરવર્તન સહિતના બાબાતોને ધ્યાનમાં રાખી 37 જેટલા TRB જવાનને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
જયારે હર્ષસંઘવી ગુજરાતના ગૃહરાજ્યમંત્રી બન્યા ત્યારે તેમણે એક પોલીસના કાર્યક્રમમાં ટકોર કરતા જણાવ્યુ હતુ કે નિયમો તોડનાર કોઇ રીઢો ગુનેગાર નથી તેની સાથે ,સૌમ્ય, શલીનતાથી વર્તવુ જોઇએ પરંતુ ચા કરતા કેટલી ગરમ હોય તેવી રીતે TRB જવાન લોકો સાથે વર્તન કરી રહ્યા છે. અવાર -નવાર મિડિયા તેમજ એડવોકેટ થકી જાહેર જનતાને જાગૃત કરવામાં છે કે TRB જવાનનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું હોય છે ના તો વાહનચાલકોની રોકી શકે કે તેમની પાસેથી કોઇ પણ પ્રકારે ડૉક્યુમેન્ટસ માગી શકાતા નથી હોવા છતાયં તમામ કાયદાઓને TRB જવાન ઘો ળી ને પી જાય છે.
થોડાક સમય અગાઉ અમદાવાદ ટ્રાફિક પોલીસના JCP મયંક સિંહ ચાવડાએ અમદાવાદમાં TRB જવાનની મળેલી વ્યાપક ફરિયાદને ગંભીરતાથી લઇ 700 જેટલા TRB જવાનને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યુ હતુ જેમાં ફરજ પર બેદરકારી, તોડબાજી, મોબાઇલ વાતચીત સહિતના અનેક ફરિયાદ મળી હતી.