અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્રારા ગતરોજથી શહેરના ભરચક વિસ્તાર એવા કાલુપુર દરવાજા પાસે આવી બાબુઅઠ્ઠા ની ચાલીમાં ડિમોલેશનની કામગીરી હાથધરવામાં આવી હતી જેમાં એસ્ટેટ વિભાગના અધિકારીની કામગીરી સામે અનેક આક્ષેપ થઇ રહ્યા છે બાબુલઠ્ઠાની ચાલીમાં 40 જેટલા મકાનો તોડી પડાતા 60 જેટલા પરિવારની છત છીનવાઇ છે સ્થાનિકો દ્રારા કોર્પોરેશનની કામગીરીનું વિરોધ કરવામાં આવ્યુ હતું તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી સમ્રગ ડિમોલેશનની કામગીરી હાથધરવામાં આવી હતી.
આં અંગે રહીશો દ્રારા વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે કોઇપણ પ્રકારે નોટિસ કે આગોતરી જાણ કર્યા વગર મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયો છે. અધિકારીઓ દ્રારા ઘર વખરીનો માલસમાન પણ કાઢવા માટે સમય આપવામાં આવ્યુ નથી તેમજ 100 વર્ષથી લોકો તે વિસ્તારમાં વસવાટ કરતા હતા એ જ પોળ વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડિંગો બંધાયેલી છે છતાય કોર્પોરેશનન અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને માત્ર ગરીબોના ઘર ઝૂંપડા તોડી કાર્યવાહીના નામે અવળચંડાઇ કરી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા કાલુપુર પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા હતા કે પોલીસ દ્વારા પણ ગેરવર્તન કરવામાં આવ્યું લોકોને ઢસડી,ઢસડીને બહાર કાઢવામાં આવ્યુ હતુ અને હાથપાઇ કરાઇ હતી એક બાજુ કાલુપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કોર્પોરેશન અધિકારીઓ રોજ લઇને રોજ ખનારા ગરીબ તેમજ મધ્યવર્ગના લોકોના ત્યા તવાઇ બોલાવી રહ્યા છે આ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે વાત કરતા કહ્યુ કે આ જયુડિશિયલ મેટર તેમ કહી જવાબ આપવાનું ટાળ્યુ હતું હાલ ત્યાનાં લોકો ઘરનો અશારો છીનવાતા રોકકળથી સમ્રગ વિસ્તાર દ્રવી ઉઠ્યો હતો