એક અમેરિકન વ્યક્તિ પર પોતાની પત્નીને તરછોડીને સગી દીકરી સાથે સંબંધ બાંધીને તેને પ્રેગ્નેટ કરવા બદલ પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. નોર્થ કેરિલોનામાં આ શખસની પત્નીએ જ્યારે પોલીસને સમગ્ર મામલાની જાણ કરી ત્યારે બાદ સ્ટીવન વોલ્ટર પ્લાડી (42) અને તેની 20 વર્ષની દીકરી કેટી રોઝ પ્લાડીની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી.
માહિતી મુજબ કેટીના જન્મ બાદ તેને અન્ય રાજ્યમાં દત્તક લેવામાં આવી હતી. 18 વર્ષની ઉંમરે તેણે સોશિયલ મીડિયાના ઉપયોગ કરીને પોતાના અસલી માતા-પિતા શોધી કાઢ્યા. જે બાદ ઓગસ્ટ 2016માં કેટી પોતાના પેરેન્સ સાથે રહેવા માટે વર્જિનિયાના રિચવૂડમાં પહોંચી હતી. જે બાદ ત્રણ મહિનામાં જ સ્ટીવન અને તેની પત્ની અલગ થઈ ગયા.
પત્નીએ અધિકારીઓને જણાવ્યું કે, તે ઘરમાંથી બહાર નીકળી અને તરત જ સ્ટીવને કેટીના રૂમમાં સૂવાનું શરૂ કરી દીધું. પત્નીએ આગળ કહ્યું, તેના એક બાળકની ડાયરી વાંચીને તેને માલુમ પડ્યું કે કેટી પ્રેગ્નેટ છે અને તે બાળકનો પિતા સ્ટીવન છે. તેનાથી પણ આગળ સ્ટીવને પોતાના બંને બાળકોને કહ્યું કે તે કેટીને પોતાની સાવકી માતા માને. જોકે હકીકતમાં તે તેમની બહેન હતી.
પ્રેગ્નેન્સીની વાત જાણીને પત્નીએ સ્ટીવનને પૂછ્યું કે, શું કેટીના પેટમાં તેનું જ બાળક છે? સ્ટીવને આ વાતનો સ્વીકાર કર્યો અને જણાવ્યું કે તેઓ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. આ વિશે કેટીએ જુલાઈમાં ઈન્સ્ટાગ્રામ પર સ્ટીફન સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું ‘મેરીડ.
પોલીસે જણાવ્યું કે, મે 2017ના થોડા સમય બાદ કેટી અને સ્ટીવન નોર્થ કેરોલિનાથી વેક કન્ટ્રીમાં સ્થાયી થઈ ગયા હતા. જોકે નવેમ્બર 2017માં તેમની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ નીકળતા જાન્યુઆરીમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન તેમની પાસેથી 4 મહિનાનો બાળક પણ મળી આવ્યો છે. પિતા-પુત્રી પર પર વ્યભિચાર, સ્ત્રી-પુરુષના આડાસંબંધના કૌભાંડમાં ફાળો આપવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. સ્ટીવન હાલમાં બાઉન્ડ પર જેલમાંથી બહાર છે, જ્યારે કેટીને જેલમાં છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે બાળકની દેખભાળ કોને સોંપવામાં આવશે.