સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર TRB જવાન સાજન ભરવાડ દ્રારા કરવામાં આવેલા જીવલેણ હુમલાને લઇ આજે સુરતના વકીલો દ્રારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું હાલ મામલે વકીલ એશોસિયેશન દ્રારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. એડવોકેટ મહેલુ બોઘરા પર કરવામાં આવેલી એટ્રોસિટીની ખોટી ફરિયાદના વિરોધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ છે.
આજે સુરત ખાતે એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થનમાં વકીલ એસોશિયેશન દ્રારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સુરત કોર્ટથી જિલ્લા કલેકટર સુધી રેલી યોજી હતી જેમાં વકીલો દ્રારા પ્લકાર્ડ દર્શાવી મેહુલ બોઘરાને ન્યાય આપવાવ માટે હાઇકોર્ટ બાર એસોશિયેશન પણ મદદ લેવાશે તેવી વાત કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં લક્ષકાણા ચોકી પાસે ચાલતા TRB જવાનની ચલાતી તોડબાજીની કરતૂતને ઉઘાડી પાડાતા TRB જવાન સાજન ભરવાડ દ્રારા મેહુલ બોઘરા પર અંધાધૂધ લાકડીના ફટકા મારવામાં આવ્યા હતા તેમજ જીવલેણ હુમલો કરી ખોટી ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી જો કે આ ઘટનાને લઇ બાર એસોશિયેશન પહેલા દિવસથી જ લાલઘૂમ જોવા મળી રહ્યો છે ખોટી ફરિયાદ બાબતે વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે ગતરોજ સુરત ટ્રાફિક વિભાગ દ્રારા મેહુલ બોઘારા મારામારીની ઘટના બાદ TRB જવાન દ્રારા ફરજ તોડબાજી કરવી લોકો સાથે ગેરવર્તૂણક વર્તન કરવું સહિત કાયદાનું ડર બતાવી પૈસા પડાવવા વ્યાપક ફરિયાદોને લઇ 37 TRB જવાનને ડિસમિસ કરવામાં આવ્યા છે.