અમદાવાદમાં અવાર-નવાર પોલીસને પડકાર ફેંકતા વિડિયો સોશિયલ મડિયા પર વાયરલ થઇ રહ્યા છે ટિકટોક પર લોકપ્રસિદ્રિ મેળવવા અને ફેમસના થવાના અભરખા હથિયારો સાથે યુવાનો વિડિયો બનાવી પોલીસે ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે થોડાક દિવસ આગાઉ અમદાવાદમાં જાણે કે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં તલવાર વડે બર્થ ડે કેક કાપાવનું ટેન્ડ ચલાવ્યુ હોય તેવી રીતે લોકો હથિયારો સાથે કેક કાપી બેફામ બન્યા છે તેમજ પોલીસ દ્રારા આ તત્વોને સમયાંતરે કાયદાનું ભાન પણ કરાવામાં આવતું હોય છે થોડાકા દિવસ આગાઉ જમાલપુરના બુટલેગરો નું કારમાં દારૂની બોટલો સાથે રિલ્સ બનાવતું વિડિયો પણ વાયરલ થયો હતો જયાં પોલીસે બુટલેગરની શાન ઠેકાણે લાવી હતી હાલ બુટલેગરો જેલના સળિયા ગણી રહ્યો છે.
વધુ એકવાર અમદાવાદના રખિયાલ વિસ્તારમાં યુવક ગન સાથે રિલ્સ બનાવતો હોવાનો વિડિયો વાયરલ થયો છે જેને લઇ પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે રખિયાલના ચારોડીયા પોલીસ ચોકીના દરવાજા પાસે યુવકે પંજાબ ગીતા રિલ્વોર રાખી રિલ્સ બનાવતો હોવાનો વિડિયો સોશિયલ મિડિયા વાયરલ થયો છે. જેને અમદાવાદ શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, જયાં યુવકે ધોળા દિવસે રિલ્વોર રાખી સરેઆમ પોલીસને પડકાર ફેકી રહ્યો છે ઘટનાની જાણ રખિયાલ પોલીસને થતા સમ્રગ મામલે ગુનો નોંધી રિલ્સ બનાવનાર શખ્સની શોધખોળ હાથધરી છે.