બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે હવે પછીની સુનવણી આગામી બે અઠવાડિયામાં હાથ ધરવામાં આવશે.જાણો શું છે સમગ્ર મામલોગોધરાની ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન 3 માર્ચ 2002ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળાએ બિલકિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. તે સમયે પાંચ મહિનાની ગર્ભવતી બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની તોફાનીઓએ નિર્દયતાથી હત્યા કરી હતી.
આ એક મહિલાને આપવામાં આવેલ ન્યાયનો અંત છે : બિલકિસ બાનોબિલ્કીસ બાનોએ ભાવુક થઈને કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે 11 ગુનેગારો કે જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું અને મારી 3 વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લીધી અને તેઓ આજે આઝાદ થઈ ગયા, ત્યારે હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મને હજુ પણ આઘાત લાગ્યો છે. આજે હું એટલું જ કહી શકું છું – કોઈ પણ સ્ત્રી માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? મને મારા દેશની સર્વોચ્ચ અદાલતોમાં વિશ્વાસ હતો. મને સિસ્ટમ પર વિશ્વાસ હતો અને હું ધીમે ધીમે મારા આઘાત સાથે જીવવાનું શીખી રહી હતી. આ દોષિતોની મુક્તિથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે અને ન્યાયમાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે. મારું દુ:ખ અને મારી ક્ષીણ થતી શ્રદ્ધા માત્ર મારા માટે જ નથી પરંતુ અદાલતોમાં ન્યાય માટે લડતી દરેક મહિલા માટે છે.