રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે. શિક્ષણની વાત હોય કે પછી વિકાસ મોડલેની વાત તમામ બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટી સામ-સામે જોવા મળી રહ્યા છે જાણે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હોય તેવી રીતે ચૂંટણી પહેલા સ્ષસ્ટ ચિતાર રજૂ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યા છે દર અઠવાડિયે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એક બાદ એક જાહેરાતો કરી રહ્યા છે અત્યારસુધી અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને 5 ગેંરંટી આપી ચુક્યા છે. ત્યારે બીજી તરફ ભાજપ પણ આ ગેરંટીઓને લઇ પ્રહાર કરી રહી છે થોડાક સમય આગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મફત રેવડી મુદ્દે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે કેજરીવાલ મફત-મફત આપીને ગુજરાતનું હાલ શ્રીલંકા જેવું કરી દેશે આજે સુરતમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ એકઝિબિશન ઉદ્રાટન કરવામા આવ્યુ હતુ જે પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આ પ્રસંગે સભા સંબોધતા અરવિંદ કેજરીવાલ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જેમાં તેમણે જણાવ્યુ કે હમણા-હમણા એક ગુજરાત આવ્યા છે અને મફત પાણી આપવાની વાત કરી રહ્યા છે સુરતમાં 1.10 પૈસામાં પાણી આપીએ છે તેમા એક બંગલો હોય એ બંગલા દંપતી હોય તેના ત્યાં નોકર હોય તેનું એક નાનું ગાર્ડન હોય એના ત્યાં એક ડોગ હોય એને ત્યા એક ગાડી હોય આ બંધુ આ પાણીથી ધોવડાવે માત્ર 1.10 પૈસામાં આટલુ સસ્તુ ટ્રીટે પાણી કોઇ આપતું નથી એટલે કોઇને અમને મફત પાણી આપવાના લાલચ ન આપે લોકો અહીયા આવીને પાણી પીને જાયે તેને પણ લાલી આવી જાય કે ગુજરાતમાં શુદ્ર પાણી આવે છે
ગુજરાતમાં પણ એક ભાઇ આવીને કહે છે કે અમે ફ્રી આપીશું પણ પાવર આવશે કે કેમ તેની કોઇ ગેરંટી આપતા નથી આ તો ચાઇનીઝ માલ જેવુ છે તેમ વિશ્વવાસ કરશે તો ફસાઇ જશે તેમણે ગુજરાતના 10 લાખ યુવાનોને રોજગારીની લાલચ આપી છે મે કહ્યુ કે વચનમ કિમ દ્રરિતમ એટલે વચન આપવામાં શું જાય છે