ભારતીય વિશિષ્ટ ઓળખ સંસ્થા (UIDAI) દ્વારા આધારભૂત કેટલીક સેવાઓના ચાર્જ વધાર્યો છે.ઓથોરિટીએ ટ્વિટ કર્યું હતું કે આધાર અપગ્રેશન ચાર્જિસ પર 18 ટકા વ્યાજ અને સર્વિસ ટેક્સ (જીએસટી) મુકવામાં આવશે.
સત્તાધિકરણની સામે આવા ઘણા કિસ્સાઓ આગળ આવ્યા છે જ્યાંથી આધાર કાર્ડ હોલ્ડર્સ પાસેથી સર્વિસ ચાર્જ ના નામ પર આધાર કેન્દ્ર પર ચાર્જ વસૂલ કરવામાં અાવતા હતા.આ બધાને જોઈને આધાર સેવાનો ચાર્જ નક્કી કરવામાં આવે છે.UIDAIએ લોકોને ચેતવ્યા હતા કે તે નક્કી કરેલા ચાર્જથી વધારે ચુકવણી ન કરે.
જયારે કોઈ કેન્દ્ર પર મફત આધાર સર્વિસ પર ચાર્જ લેવામાં અાવે અથવા પછી ચાર્જિંગ સર્વિસ પર નિર્ધારિત રેટ કરતા વધુ માંગ કરે તો 1947 પર કૉલ કરવાથી ફરિયાદ કરી શકાય છે.અથવા તો [email protected] પર ઈમેલ કરી શકાય છે.
ઓથોરિટીએ પણ કહ્યું છે કે જ્યારે પણ આધાર કાર્ડ ધારક ચાર્જિંગ સેવાઓનો લાભ લે છે ત્યારે ચૂકવણીની રકમની રસીદ આધાર કેન્દ્ર પરથી ચોક્કસપણે લઇ લે જેથી કોઈ છેતરપિંડીનો શિકાર ન બને.એનરોલમેન્ટ માટે કોઈ પ્રકારની કોઈ ચુકવણી કરવાની જરૂર નથી.સાથે સાથે બાળકોના બાયોમેટ્રિક ડિટેલ્સનું અપડેશન પણ મફત છે.