રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીના પગલે તમામ રાજ્કીય પાર્ટી ફૂલ એકશન મોડમાં જોવા મળી રહી છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બાદ હવે પ્રાદેશિક પાર્ટીઓ પણ હરકતમાં જોવા મળી રહી છે જેમાં તાજેતરમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકતાંત્રિક ડેમોક્રિટેક પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં ઝંપલાવાની જાહેરાત કરી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં દબદબો ધરાવતી ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ મોટી જાહેરાત કરી છે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં જોતરાઇ ચૂક્યા છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ચૂંટણી લડનારા ઉમેદાવારો સાથે ચંદેરીયા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી જેમા BTPના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવા તેમજ ધારાસભ્ય મહેશ વસાવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બીટીપી હોદ્દેદારો અને કાર્યકરો સાથે એક બેઠક મળી હતી જેમાં BTP નેતા અને કાર્યકરોને સેન્સ લેવડાવ્યા હતા તેમજ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરી હતી તેમજ છોટું વસાવે દેશની અન્ય રાજકીય પાર્ટીઓને પણ લલકારી હતી જેમાં તેમણે ચૂંટણીના હુંકાર ભરતા જણાવ્યુ હતુ કે બીટીપી નાની પાર્ટી છે એવો ફાંકો રાખવા વાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર જ નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી