ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાજ્યસભામાં પોતાનું ડેબ્યુ ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ તેમના અભિભાષણમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી.અા ભાષણ પર અલગ અલગ ટિપ્પણીઓ સામે અાવી છે.તેનુ સ્વાગત છે પરંતુ તેને અલગ દ્રષ્ટિકોણથી જોવુ જોઈએ.
ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પી.એમ. મોદી દ્વારા પકોડાના વેચાણકર્તાઓનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું.વિપક્ષે જોરદાર હોબાળો કર્યો હતો અા મુદો ખુબજ વિવાદાસ્પદ બન્યો હતો હવે શાહે વિપક્ષને આ મુદ્દે કડક જવાબ આપ્યો છે.
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે બેરોજગાર રહેવા કરતા સારૂ યુવાનો પકોડા વેંચે, પકોડા વેચવા શરમજનક વાત નથી, તેની ભીખારીઓ સાથે સરખામણી કરો નહીં.જો ચા વેચનારો વ્યક્તિ દેશની સુકાન સંભાળી શકે તો પકોડા વેચનારો મોટો ઉદ્યોગપતિ કેમન બની શકે.
અમિત શાહે કહ્યું કે અમને વારસામાં ફક્ત કંગાળ કામ કરનાર સરકાર મળી હતી. અમારી સરકારે ગરીબો માટે કામ કર્યા. જે 60 વર્ષમાં થયું નથી તે અમે કરી બતાવ્યુ.બેરોજગારી માટે કોંગ્રેસ સરકારે કંઈ ન કર્યું.