AUS vs ZIM, 1st ODI: ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ માટે તેમની પ્લેઈંગ XIની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક 13 મહિના બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે. સ્ટાર્કે તેની છેલ્લી મેચ જુલાઈ 2021માં વેસ્ટ ઈન્ડિઝ સામે 50 ઓવરના ફોર્મેટમાં રમી હતી. સ્ટાર્ક રવિવારે વનડેમાં પોતાની 100મી મેચ રમશે. તેણે અત્યાર સુધી વનડેમાં 22.45ની એવરેજ અને 26.1ના સ્ટ્રાઈક રેટથી 195 વિકેટ ઝડપી છે.
ઝિમ્બાબ્વે રવિવાર, 28 ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. શ્રેણીની ત્રણેય મેચ ટાઉન્સવિલેના ટોની આયર્લેન્ડ સ્ટેડિયમમાં રમાશે. બીજી વનડે 31 ઓગસ્ટે અને ત્રીજી અને અંતિમ મેચ 03 સપ્ટેમ્બરે રમાશે. ઝિમ્બાબ્વેની ટીમ હાલમાં જ ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની યજમાની કર્યા બાદ ઓસ્ટ્રેલિયા પહોંચી છે.
1લી ODI માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: એરોન ફિન્ચ (c), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી (wk), માર્કસ સ્ટોઈનીસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.