એર ઈન્ડિયાના કર્મચારીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કંપનીએ 1 સપ્ટેમ્બર પૂર્વ કોવિડ સ્તરવાળા વેતન આપશે. આ ઉપરાંત ક્રૂ લેઓવર ભથ્થા અને ભોજન વ્યવસ્થામાં પણ રિવાઈઝ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીના કારણે કર્મચારીઓના વેતનમાં કાપ ચાલી રહ્યો હતો. એર ઈંડિયાના સીઈઓ અને મેનેઝિંગ ડાયરેક્ટર કેમ્પેબેલ વિલ્સને આ ઘોષણા કરી હતી.કેમ્પબેલ વિલ્સને કહ્યું કે, એરલાઈનના તમામ કર્મચારીઓના વેતનમાં કરવામા આવેલા કાપ 1 સપ્ટેમ્બર 2022થી બંધ કરી દેવામા આવશે. તેમાં મહત્વની વાત એ છે કે, કંપની હજૂ પણ ભારે ખોટમાં ચાલી રહી છે. તેમ છતાં પણ મેનેજમેન્ટ કર્મચારીઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.ટાટા જૂથે ગયા વર્ષે કંપનીનો કબજો લીધો હતોકેમ્પબેલે કહ્યું કે કંપનીને ખોટમાંથી બહાર કાઢવા અને નફો કરવાની સ્થિતિમાં લાવવા માટે ઘણાં પગલાં લેવા પડશે.
પરંતુ મેનેજમેન્ટનું માનવું છે કે કોવિડ મહામારી દરમિયાન લેવામાં આવેલા કટોકટીના પગલાંને રોકવાનો સમય આવી ગયો છે. 8 ઓક્ટોબરના રોજ સફળતાપૂર્વક બિડ જીત્યા બાદ ખોટમાં ચાલી રહેલી એરલાઇનને ટાટા જૂથે ગયા વર્ષે 27 જાન્યુઆરીએ કબજે કરી લીધી હતી. આમ એર ઈન્ડિયા ફરી એકવાર ટાટા ગ્રુપના હાથોમાં આવી ગઈ છે.ભથ્થાઓ ફરી વાર મળશેઆ વર્ષની શરૂઆતમાં, એર ઈન્ડિયાએ તબક્કાવાર રીતે રોગચાળા પહેલાના સ્તરે વેતન ફરી લાગૂ કરવાનું શરૂ કર્યું. જોકે, એર ઈન્ડિયાએ આ મામલે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો નથી.કોરોનાને કારણે લોકડાઉન હતું અને એરલાઇન સેક્ટર લગભગ બંધ હતું.
આ કારણે મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓના પગારમાં કાપ મૂક્યો હતો. ફ્લાઈંગ એલાઉન્સ અને પાઈલટ અને ક્રૂ મેમ્બર્સના સ્પેશિયલ એલાઉન્સમાં 35 થી 40 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ 1 સપ્ટેમ્બરથી એરલાઈનમાં કામ કરતા ક્રૂ મેમ્બર્સના ભથ્થામાં પણ સુધારો કરવાનો નિર્ણય લીધો છે.