દેશના વડાપ્રધાન અને ગુજરાત પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી પોતાના માતૃભૂમિ ગુજરાતના પ્રવાસે છે જયાં અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી ગુજસેલમાં બે કલાક બેઠક ચાલી હતી જે બેઠકમાં રાજ્યસરકાર મુખ્ય અધિક સચિવ કૈલાસનાથન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે બેઠકમાં મળી હતી બેઠક પૂર્ણ કરી વડાપ્રધાન સીધા રિવરફન્ટ્ર ખાદી મહોત્સવ આયોજન કરવામાં આવ્યુ હતું એકસાથે 7500 જેટલી મહિલાઓએ ચરખો કાંત્યો હતો તેમજ PM મોદીએ ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશનો મંત્ર આપ્યુ છે જેમાં ખાદી ઉધોગોથી મહિલાઓ આત્માનિર્ભર બની છે PM મોદી 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો ત્યાર બાદ તેમણે રિવરફન્ટ્ર પૂર્વ- અને પશ્રિમ અમદાવાદને જોડતો અટલ ફૂટ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યુ હતુ
આ અંગે વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધતા કહ્યુ કે આઝાદીના 75 અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવમાં 7500 બહેનો અને દીકરીઓએ એક સાથે ચરખો કાંતી નવો ઇતિહાસ રચ્યો છે આ મારું સૈભાગ્ય છે મને પણ કંઇ પળ ચરખો કાંતવાનો મોકો મળ્યો મારા માટે આજે ચરખો કાંતવો અમુક ભાવુક પળ પણ હતી મને મારા બાળપણ તરફે લઇ ગઇ કેમ કે અમારા એક નાના ઘરમાં ખૂણામાં આ તમામ વસ્તુઓ રહેતી હતી અને મારી મા આર્થિક ઉપાધ્યનને ઘ્યાનમાં રાખી ચરખો કાંતવા બેસતી હતી આ ચિત્રો પણ મારા ધ્યાનમાં છે ફરી એકવાક પુન સ્મરણો આ સિવાય તમામ વસ્તુઓને હું જોવુ છું આજે અને પહેલા પણ કયારે કયારે મને લાગે છે જેવી રીતે એક ભક્ત ભગવાનનની પૂજા જેવી રીતે કરે છે જે પૂજાની સમ્રાગીનું ઉપયોગ કરે છે એવું લાગે છે આ ચરખો કાંતવાની પ્રક્રિયા પણ ઇશ્વરના આરાધાનાથી ઓછી નથી જેવી રીતે ચરખો આઝાદીના આંદોલનમાં દેશના ધબકારા બની ગયા હતા તેવું જ સંપ્દન સાબરમતી નદીના તટ પર અનુભવી રહ્યો છું મને વિશ્વાસ આજે આયોજનને તમામ લોકો જોઇ રહ્યા છે તમામ લોકો આજે ખાદી ઉત્સવની ઉર્જાને અનુભવી રહ્યા છે આજે ખાદી મહોત્સવનું કાર્યક્રમ કરી દેશના સ્વતંત્રસેનાનીઓને ખાસ ભેટ આપી છે આજે જ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ્યઉધોગ પર નવી બિલ્ડિંગ અને સાબરમતી નદી પર ભવ્ય અટર બ્રિજનું લોકાર્પણ થયો છે
વડાપ્રધાનને અમદાવાદ અને ગુજરાતીની જનતાને અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી અટલ બ્રિજ માત્ર બે કિનારા જોડતો નથી પરંતુ તેના પર કરવામાં આવેલી ડિઝાઇન અને ઇનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે આની ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ ગાંધીનગર અને ગુજરાતને અટલજીને ખૂબ જ સ્નેહ આપ્યુ છે 1996માં અટલજી ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી જીતી હતી આ અટલ બ્રિજ અહીના લોકો તરફથી તેમના માટે ભાવભીની શ્રદ્રાંજિલ છે. ચરખા કાંત્વાળા આ હાથ ભવિષ્યના ભારતનું નિર્માણ કરી રહ્યુ છે ઇતિહાસ સાક્ષી છે ખાદીનું એક દોરો આઝાદીના આંદોલનની તાકાત બની ગયો ગુજરાતમાં ગ્રીન ખાદી અભિયાન ચાલી રહ્યુ છે હવે વગર ગેરંટી મહિલાઓને લોન મળી રહી છે વિદેશની જગ્યાએ દેશમાં રમકડાંનું ઉત્પાદન થતા નાના વેપારીઓને ફાયદો થઇ રહ્યો છે અમૃત મહોત્સવ 2023 સુધી ચાલશે