રશિયાના સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક મોટો દાવો કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ છેલ્લા 24 કલાકમાં યુરોપના સૌથી મોટા ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સંકુલ પર ત્રણ વખત ગોળીબાર કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. જો કે આ પહેલા યુક્રેન પણ પરમાણુ પ્લાન્ટ પર રશિયન તરફથી ફાયરિંગ કરવાનો આરોપ લગાવી ચૂક્યું છે.
જો કે ન્યૂઝ એજન્સી રોયટર્સે યુદ્ધના મેદાનમાં રશિયા અને યુક્રેનના દાવામાં સત્ય છે કે કેમ તેની પુષ્ટિ કરી નથી, પરંતુ કિવ પર રશિયાના આરોપોનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
રશિયા અને યુક્રેન બંનેએ ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પ્લાન્ટ નજીક ગોળીબાર માટે એકબીજાને દોષી ઠેરવ્યા છે. આ પહેલા ગુરુવારે પ્લાન્ટ નજીક આગ લાગતા કોલસા પાવર સ્ટેશન બળીને ખાખ થઈ ગયું હતું. જેના કારણે પ્લાન્ટનો પાવર કટ થઈ ગયો હતો.