રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓએ સાથે હવે સમાજ પણ સક્રિય જોવા મળી રહ્યો છે. તેમજ ચૂંટણી ટાણે SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સરકાર સામે બાંયો ચડાવી છે જો સરકાર SPG ના મુદ્દાનું ચૂંટણી પહેલા નિરાકારણ નહી લાવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે પાટીદાર આંદોલન સમય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલો કેસ પરત ખેંચવામાં આવે તેમજ આંદોલનમાં જીવ ગુમાવેલા 14 દીકરાના પરિવારને નોકરી આપવામાં આવે જો ચૂંટણી પહેલા માંગણીઓ નહી સંતોષય તો ફરી પુન 2015 જેવી આંદોલન કરીશું SPG દ્રારા 1000 યુવાનોની ટીમ તૈયારી રાખી છે એક જ આવાજ પર લોકો યુવાનો જોડાવામાં આવશે સરકાર વિરુદ્ર પ્રદર્શન કરીશું
આં અંગે લાલજી પટેલ સરકારને પત્ર લખતા જણાવ્યુ કે પાટીદાર શહીદ દિવસ આ દિવસ ને અમે ક્યારે ભૂલી નહિ શકીએ સમાજ ની ન્યાય અપાવવાની લડાઇ લડી રહ્યા હતા ત્યાં તાનાશાહી શાસન દ્વારા પાર્ટીદાર સમાજ પર દમન કરવામાં આવ્યું અને તે ભોગ અસંખ્ય પાટીદાર સમાજ ના દીકરા દીકરીઓ માતાઓ અને વડીલો બન્યા અને અમારા ભાઈઓની હત્યા કરવામાં આવી.
આજે જ્યારે સમગ્ર ગુજરાત રાજકરણ ના રંગે રંગવા જઈ રહ્યું છે પણ અમે તો સમાજ ના રંગે રંગાયે વ્યક્તિઓ છીએ 2015 માં સમગ્ર ગુજરાત આંદોલન ના રંગે રંગાયું હતું અમારી એક હાકલ પર લાખો લોક સમાજ ના પ્રશ્નો ના નિરાકરણ માટે એકતા ની જ્યોત પ્રગટાવી હતી તેના થકી પાટીદારો માટે અનામત અશ હતી તે શક્ય બની તેનો જસ લેવા આજે પડા પડી છે હા હું તેમને જસ આપવા તૈયાર છું પણ તેઓ અનામ આંદોલન ના કારણે જે સમાજ ને નુકશાન થયું તેની પણ જવાબદારી સ્વીકારવી પડે.
હું જવાબદારી પૂર્વક સ્વીકારું છું કે અમારી એક હાકલ પર જો લાખો લોકો આવતા હોય તો તેને જવાબદારી પણ અમારી છે પણ આવેલ લોકો પર જે ભાજપ સરકાર દ્વારા પોતાની આંતરિક સીટ ની લડાઇ માં એકબીજા ને પાડવા ભાજપ સરકાર દ્વારા જે દમન કરાવવામાં આવ્યુ જેમાં 14 પાટીદારો શહીદ થયા અને લોકો કેસો ના ભોગ બન્યા હોય તો તેમના ન્યાય માટે લડવું જ પડે અમે ન્યાય માટે લડી રહ્યા છીએ નહિ રાજનીતિ કરવા.
આજ મહેસાણા ની સમાજ પ્રેમી ભૂમિ પરથી SPG ની ટિમ ની સમક્ષ સર્વસંમતિ થી એલાન કરું છું જો ભાજપ સરકાર અમારા બે મુદ્દા ને ન્યાય નહિ આપે તો ખુલ્લે આમ SPG બિનરાજકીય હોવા છતાં સરકાર જવાબ આપવા માટે મેદાને ઉતરશે.