બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. અભિનેત્રી દરરોજ તેની પુત્રીની તસવીરો શેર કરતી રહે છે. હવે અભિનેત્રીએ તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે મસ્તી કરતી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તાજેતરમાં તેણે એક એવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે લોકોના ચહેરાની ખુશી બમણી થઈ ગઈ છે. પહેલીવાર પ્રિયંકાએ પોતાની દીકરીનો વીડિયો શેર કરીને ચાહકોને ખુશ કર્યા છે.
પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના અને તેના પરિવારના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. આ દરમિયાન પ્રિયંકાએ પુત્રી માલતી મેરી ચોપરા જોનાસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે બેકગ્રાઉન્ડમાં ‘સસુરાલ ગેંડા ફૂલ’ ગીત વાગી રહ્યું છે. આ ગીતમાં માલતી કેમેરા તરફ વળવા જ જતી હતી કે પ્રિયંકાએ છોકરીને રોકી લીધી.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિકે દીકરી માલતીનો ચહેરો નથી બતાવ્યો, પરંતુ ચાહકોની ખુશી માટે તેઓ માલતીના ફોટા શેર કરતા રહે છે. હાલમાં જ શેર કરાયેલા વીડિયોમાં સોશિયલ મીડિયા યુઝર્સ પ્રિયંકાના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફરહાન અખ્તરની સાથે હોલીવુડના ઘણા સેલેબ્સે પણ આ પોસ્ટને લાઈક કરી છે. યાદ અપાવીએ કે માલતીનો જન્મ આ વર્ષે જાન્યુઆરીમાં સરોગસી દ્વારા થયો હતો, જન્મ પછી માલતીને ઘણી તકલીફો હતી અને તે જન્મના 100 દિવસ પછી ઘરે પરત ફરી હતી.