દરેક લોકો જાણે છે કે ખજૂર સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. કહેવાય છે કે તમે દિવસમાં બે ખજૂર સવારમાં ખાઓ છો તો તમારી અનેક બીમારીઓ શરીરમાંથી દૂર થઇ જાય છે. આ સાથે જ દિવસમાં રોજ ખજૂર ખાવાથી તમારી સ્કિન પણ સારી થાય છે. ખજૂર હેલ્થ માટે એક નહિં પરંતુ અનેક રીતે ફાયદાકારક છે. તો આજે અમે તમને ખજૂરમાંથી એક રેસિપી બનાવતા શીખવાડીશું જે છે ખજૂર શેક. આ શેક તમે અને તમારા બાળકો રોજ પીવો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ખજૂર શેક.
સામગ્રી
4 કપ દૂધ
14 થી 15 નંગ ખજૂર(આમાં તમે બ્લેક ખજૂર પણ લઇ શકો છો.)
5 થી 6 કાજુ

ઇલાયચી પાવડર
આઇસ ક્યૂબ
બનાવવાની રીત
ખજૂર શેક બનાવવા માટે સૌ પ્રથમ ખજૂરને ધોઇ લો.
ત્યારબાદ આ ખજૂરમાંથી ઠળિયા કાઢી લો.
હવે કાજુના નાના-નાના ટુકડા કરીને એક પ્લેટમાં લઇ લો. તમે ઇચ્છો છો તો પિસ્તા પણ નાંખી શકો છો.
ઠળિયા કાઢ્યા પછી ખજૂરના નાના-નાના કટકા કરી લો.
આ ખજૂરને 10 થી 15 મિનિટ માટે દૂધમાં પલાળી રાખો. ખજૂર દૂધમાં પલાળવાથી એકરસ થાય છે અને ટેસ્ટ પણ સારો આવે છે.
હવે દૂધમાં પલાળેલી ખજૂર અને કાજુના ટુકડાને મિક્સરમાં પીસી લો.
ત્યારબાદ બાકી રહેલુ દૂધ મિક્સર જારમાં એડ કરો અને ફરી એક વાર મિક્સર ચન કરી લો. જેથી કરીને બધુ એકરસ થઇ જાય અને ખજૂરમાં રહેલા તત્વો પણ મળી રહે.
ત્યારબાદ આ દૂધમાં ઇલાયચી પાવડર નાંખો અને ફરી એક વાર ચન કરી લો.
તો તૈયાર છે ખજૂર શેક.
આ શેક તમે રોજ પીવો છો તો તમે અનેક બીમારીઓથી દૂર રહો છો.
આ શેક પીવાથી તમને થતા સાંધાના દુખાવામાંથી રાહત મળે છે.