માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પોતાના દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે. ઇમરજન્સી લાગુ થયા પછી પોલીસ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.
માલદીવ મીડિયા મુજબ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયુમને ઇમરજન્સીની થોડી વાર પછી જ પકડવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજકીય કેદીઓને છોડવાનો આદેશ આપ્યો હતો જેના માનવાનો ઇન્કાર કરતા આ સંકટની શરૂઆત થઇ હતી.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયુમ સહિત મુખ્ય ન્યાયધીશ અબ્દુલ્લા સઇદ, સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ અલી હમીદ અને જ્યુડિશિયલ એડમિનિસ્ટ્રેટર હસન સઇદની પણ ધરપકડ કરી લેવાઇ છે.
માલદીવના અનુચ્છેદ 253 અંતર્ગત આવતા 15 દિવસ માટે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને ઇમરજન્સીની જાહેરાત કરી છે.