ગુજરાતના જાણીતા કથાકાર સંત શ્રી છોટે મોરારીબાપુ તેમના સેંકડો સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.
‘આપ’ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ કથાકાર સંત શ્રી છોટે મોરારીબાપુનું પાર્ટીમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
ગુજરાતમાં રોજ કોઈ ને કોઈ મહાનુભાવો ગુજરાતની જનતાની સેવા માં યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
હું અરવિંદ કેજરીવાલજીના કામોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું: શ્રી છોટે મોરારીબાપુ
ગુજરાતના યુવાનો ગુજરાતની દીકરીઓ જો તનતોડ મહેનત કરીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરે તો ગુજરાતના લોકોની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે તેમ છે: શ્રી છોટે મોરારીબાપુ
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને હવે ગુજરાતમાં સૌ કોઈ પસંદ કરી રહ્યું છે. આજે આમ આમ આદમી પાર્ટી ગુજરાતની પહેલી પસંદ બની રહી છે અને રોજ કોઈ ને કોઈ મહાનુભાવો ગુજરાતની જનતાની સેવા માં યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તે જ કડીમાં આગળ વધતા ગુજરાતના ખુબ જ જાણીતા, અને દરેક સમાજના લોકપ્રિય સંત કથાકાર સંત શ્રી છોટે મોરારીબાપુ તેમના સેંકડો સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ગુજરાતના જાણીતા કથાકાર સંત શ્રી છોટે મોરારીબાપુ 50 વર્ષથી ગુજરાત, રાજસ્થાન, એમપી, અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા અને કેનેડામાં કુલ 700 કથાઓ કરી ચૂક્યા છે. એમના નીચે ગુજરાતમાં 300 મહિલા મંડળો ચાલે છે, આશરે 150 ભજન મંડળી ચાલે છે એ સિવાય આશરે 15 લાખ ઉપર એમના અનુયાયો છે. એમણે આશરે સો સ્કૂલોમાં અને પ્રાથમિક શાળાઓમાં ગરીબ દીકરીઓને ભણવા માટે આખી કીટ આપેલ છે. ગોસ્વામી સમાજમાં મહેસાણા તાલુકાના 118 ગામમાં ધોરણ એક થી માડી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને આખા વર્ષ માટે ચોપડા આપેલ છે. જન સેવા એજ પ્રભુ સેવા એ એમના જીવનનો મંત્ર રહ્યો છે. તેમનું માનવું છે કે જે પાર્ટી ગુજરાતમાં ગરીબો માટે કામ કરશે એ રાજકીય પાર્ટીને તન મન ધનથી મદદ કરશું, જરૂર પડે તો પૂજ્ય છોટે મોરારીબાપુ પણ તેમના પ્રચારમાં નીકળશે.
સમગ્ર ગોસ્વામી સમાજ એક સંત તરીકે છોટે મોરારીબાપુને માન આપે છે. અને બાપુ કહે એમ કરે છે. સમાજ માટે તેઓ ખુબ જ સક્રિય છે. તેઓ સાબરમતી ગોસ્વામી સમાજમાં પણ તન ,મન અને ધન થી સાથ સહકાર આપે છે. ત્રણ વખત નોટબુક ચોપડા તમામ વિદ્યાર્થીઓને આપેલ છે . સાબરમતી ગોસ્વામી સમાજના દરેક વાર્ષિક પ્રસંગમાં આશીર્વચન આપવા તેઓ પધારે છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ટોપી અને ખેસ પહેરાવીને ગુજરાતના જાણીતા કથાકાર સંત શ્રી છોટે મોરારીબાપુનું તેમના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
શ્રી છોટે મોરારીબાપુ એ જણાવ્યું કે હું છેલ્લા પાંચ સાત વર્ષથી અરવિંદ કેજરીવાલજીની દિલ્હી સરકારના કામોને જોતો આવ્યો છું અને તેનાથી પ્રેરાઈને મેં આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. આપણા દેશની પ્રજાને જે મૂળભૂત સુવિધાઓ જોઈએ જેમ કે મફત વીજળી, સારી અને મફત આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા જે કેજરીવાલજી ઉભી કરી શકે છે માટે હું તેમની સાથે જોડાયો છું. હું દેશપ્રેમી છું અને દેશની સેવા કરવા માટે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. ગુજરાતના યુવાનો ગુજરાતની દીકરીઓ જો તનતોડ મહેનત કરીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં મદદ કરે તો ગુજરાતના લોકોની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે તેમ છે. હું પોતે વ્યાસપીઠ પર બેસનાર વ્યક્તિ છું પરંતુ પ્રજા માટે આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.
આજે ભાજપને સમજાતું નથી કે આમ આદમી પાર્ટીને રોકવા હવે શું કરીએ એટલે બોખલાહટમાં ભાજપે દિલ્હીમાં ધારાસભ્યોને 20 કરોડની લાલચ આપી આમ આદમી પાર્ટીની સરકાર તોડવાની કોશિશ પણ કરી છે. પરંતુ લોકતંત્રની રક્ષા કરવા અરવિંદ કેજરીવાલજીના એક પણ સૈનિક વેચાય નથી. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એટલી જ મજબૂત બની રહી છે જેના કારણે દરેક ગુજરાતી આમ આદમી પાર્ટીથી ખૂબ જ પ્રભાવિત છે. આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ઐતિહાસિક સાબિત થશે.