’આપ’ના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ રોજગાર ગેરંટી યાત્રા અંતર્ગત સાબરકાંઠામાં સભાનું આયોજન કર્યું
2019 માં બિન સચિવાલય નુ પેપર લીક થયું હતું, અમે આંદોલન ચલાવ્યુ હતું: યુવરાજસિંહ જાડેજા
પેપર 12:00 વાગ્યા શરૂ થવાનું હતું અને 11.06 મિનિટે સોશિયલ મીડિયામાં તે વાયરલ હતું: યુવરાજસિંહ જાડેજા
17 તારીખ થી લઈને 4 તારીખ સુધી આંદોલન ચાલેલું તેમાં ગુજરાતનો તમામ યુવાવર્ગ જાગૃત થયેલો: યુવરાજસિંહ જાડેજા
જે પેપર ફૂટ્યા તેના પુરાવા મારે જ આપવા પડ્યા: યુવરાજસિંહ જાડેજા
ગાડી નંબર મારે આપવાના, વ્યક્તિના નામ મારે આપવાના, બધું જ મારે કરીને આપવાનું અને એ લોકો બેઠા બેઠા જોયા કરે: યુવરાજસિંહ જાડેજા
પરીક્ષાઓ રદ કરવી એ બહુ મોટું કાવતરું છે: યુવરાજસિંહ જાડેજા
ભાજપના મળતીયાઓ પોતાના લોકોને સેટ કરવા માટે નિયમ બનાવે: યુવરાજસિંહ જાડેજા
બે કરોડની રોજગારી આપવાનો જે જુમલો ભારતીય જુમલા પાર્ટીએ આપ્યો હતો તે કેટલો સાચો પડ્યો?: યુવરાજસિંહ જાડેજા
27 વર્ષ ભ્રષ્ટ ભાજપનું શાસન બધાએ જોયું છે: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/સાબરકાંઠા/ગુજરાત
’આપ’ના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ રોજગાર ગેરંટી યાત્રા અંતર્ગત સાબરકાંઠામાં સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં તેમણે જણાવ્યું કતું કે, 2019 માં 17 નવેમ્બરના રોજ બિન સચિવાલય નુ પેપર હતું. તે પેપર ફૂટ્યું હતું. તે પેપર 11.06 મિનિટે સોશિયલ મીડિયામાં તે વાયરલ હતું. આ પેપર 12:00 વાગ્યા શરૂ થવાનું હતું. આ પેપર લીક થયું તેના આધાર પુરાવા અમે સરકારને આપ્યા હતા. સરકાર માની નહી, સરકાર કહે તમે બધા ખોટા છો. 17 તારીખ થી લઈને 4 તારીખ સુધી આંદોલન ચાલેલું તેમાં ગુજરાતનો તમામ યુવાવર્ગ જાગૃત થયો હતો. ત્યારે આપણે લડતા હતા કે આ પેપર લીક થયું છે રદ કરવામાં આવે. ત્યારે ભાજપના ભ્રષ્ટ નેતાઓ કહેતા હતા કે આ પેપર લીક થયું નથી કારણ કે તેમને પોતાના મળતિયાઓને સેટ કરવા હતા.
થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું કે હવે જે પણ પરીક્ષા છે તે 12 પાસ નહીં પણ કોલેજના બેસ પર લેવામાં આવશે. ગ્રેડ પેની વાત કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે તે લો કેડર એટલે કે 12 પાસ લોકોને આપવામાં આવે છે. ભાજપના મળતીયાઓ પોતાના લોકોને સેટ કરવા માટે નિયમ બનાવે છે.
હું સાબિત કરીને દઉં એમ છું જે પેપર ફૂટ્યા તેના પુરાવા મારે જ આપવા પડ્યા. જે મારું કામ નહોતું. મેં પુરાવા આપ્યા કે આ પેપર અહીંયા ફૂટ્યું, આ વ્યક્તિ પેપર લાવ્યો, કંઇ વ્યક્તિ કયા વ્યક્તિ પાસેથી પેપર લીધું, આ ગાડીમાં પેપર આવ્યું.આ તમામ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન અમે કર્યું. અમારી આખી ટીમે કામ કર્યું અને આ તમામ માહિતી અમે ત્યાં પહોંચાડતા. ગાડી નંબર મારે આપવાના, વ્યક્તિના નામ મારે આપવાના, બધું જ મારે કરીને આપવાનું અને એ લોકો બેઠા બેઠા જોયા રાખે. પછી કહે કે, એક કામ કરો પરીક્ષા રદ કરી નાંખો. આ પરીક્ષાઓ રદ કરવી એ બહુ મોટું કાવતરું છે. કોઈ કડક કાયદો નથી કે આપણે એને રોકી શકીએ.
બે કરોડની રોજગારી આપવાનો જે જુમલો ભારતીય જુમલા પાર્ટીએ આપ્યો હતો તે કેટલો સાચો પડ્યો? ભારતીય જૂઠાણા પાર્ટીએ જુઠા કમિટમેન્ટ આપ્યા છે. બેરોજગાર કચેરીમાં જે નોંધણી કરાવે તે જ બેરોજગાર તલાટીના 32 લાખ ફોર્મ ભરાયા તે બેરોજગાર નથી? જેમને રોજગાર જોઇએ છે તે બધી જગ્યાએ નોંધણી કરાવે છે. તે ખાનગીમાં પણ રોજગારી લેવા તૈયાર છે. પોતાના દીકરાને BCCI ના ચેરમેન બનાવવા છે અને ગરીબના દીકરા કે દીકરીને અગ્નિવીર બનાવવા છે. તેમને અગ્નિવીર બનાવીને કહે છે કે જા તું દેશની સેવા કર. આ રીતે ચાર વર્ષ સુધી અગ્નિવીર બનાવીને ઘરમાં બેસાડી દેશે. આ ખરાબ પરિસ્થિતિ છે.
મહિલાઓ માટે જે ₹1000 રાશિ આપવાની વાત છે, 300 યુનીટ વીજળી ફ્રી આપવાની વાત છે એ ખાલી કીધી નથી. ભાજપની જેમ ખાલી કહીને નથી છૂટી ગયા કે કોંગ્રેસ ની જેમ કહીં ને છુટી નથી ગયા. દિલ્હીમાં સાબિત કરીને બતાવ્યું છે. પંજાબમાં સાબિત કરીને બતાવ્યું છે અને હવે ગુજરાતમાં પણ સાબિત કરવા માંગીએ છીએ. અત્યાર સુધી 27 વર્ષ ભ્રષ્ટ ભાજપનું શાસન બધાએ જોયું છે ભારતીય જુમલા પાર્ટીએ કેવા કેવા જુમલા આપ્યા.