મોટી સંખ્યામાં માલધારી સમાજના યુવા નેતાઓ “માલધારી બન્યા આપધારી”ના નારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
માલધારી સમાજમાં ભાજપ સરકાર વિરુદ્ધ ખૂબ જ આક્રોશ છે: સાગર રબારી
માલધારી સમાજના લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે: સાગર રબારી
ગુજરાતના લોકોને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ દિલ્હી જેવા શાનદાર કામો કરશે: સાગર રબારી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ તથા બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગરભાઇ રબારીએ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ગુજરાતમાં મજબૂતીથી આગળ વધી રહી છે. આજે આખા ગુજરાતના લોકો જાણી ગયા છે કે ફક્ત આમ આદમી પાર્ટી જ એવી પાર્ટી છે જે લોકોના મુદ્દા ઉપર ધ્યાન આપે છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે. આજે ગુજરાતના લોકોને વિશ્વાસ છે કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ક્રાંતિકારી કામો કરીને લોકોનું જીવન સ્તર સુધાર્યું છે, તે પ્રમાણે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી દિલ્હી જેવા કામ કરી શકે એમ છે. અને આજ કારણે આજે આખા ગુજરાતમાંથી દરેક જાતિ-ધર્મ અને દરેક સમાજના લોકો તથા અલગ અલગ ક્ષેત્રમાં વેપાર ધંધો કરનાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આની સાથે સાથે બીજી પાર્ટીના ઈમાનદાર લોકો પણ સતત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાતની પ્રજાને સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે.
આજે અમને જણાવતા ખુશી થાય છે કે માલધારી સમાજના યુવાન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તેમણે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે માલધારી સમાજના લોકો પર ખોટા કેસ કરવામાં આવે છે અને આના કારણે માલધારી સમાજમાં ભાજપ સરકાર વિરુદ્ધ ખૂબ જ આક્રોશ છે. એટલા માટે દિવસેને દિવસે માલધારી સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારી ચૂંટણીમાં માલધારી સમાજના લોકો ભાજપ સરકારને જડબાતોડ જવાબ આપશે.
ભાજપમાં વર્ષો સુધી કામ કરનાર મહેશભાઈ દેસાઈ, કિરણભાઈ દેસાઈ, સંદીપભાઈ અને કોંગ્રેસના નેતા આનંદભાઈ દેસાઈ, ચિરાગભાઈ, હિતેશભાઈ રામપુરા, વિજય ભાઈ, જયેશભાઇ આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ માલધારી સેલના મહામંત્રી કિરણભાઈ દેસાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સૌ મહાનુભાવો એ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ ક્યારેય પણ જનતાની સેવામાં કરવા માટે વિચારતા પણ નથી અને એ જ કારણથી અત્યાર સુધી ગુજરાતની પ્રજા ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને આ જ મુશ્કેલીઓનો અંત લાવવા માટે તેઓ સતત મહેનત કરતા હતા પરંતુ ભાજપ અને કોંગ્રેસમાં રહીને એ શક્ય ન હતું તે માટે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સાબરમતી વિઘાનસભાના મહેશભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા શહેર કારોબારી સભ્ય તરીકે લાંબા સમયથી ફરજ બજાવતા હતા. પરંતુ તેઓ ભાજપની નીતિથી કંટાળીને ભાજપમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાબરમતી વોર્ડના કિસાન મોરચાના ખજાનચી કિરણભાઈ દેસાઈ અને સંદીપભાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ સિવાય ઘાટલોડિયાના કોંગ્રેસના નેતા આનંદભાઈ દેસાઈ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગરભાઇ રબારી તથા ગુજરાત પ્રદેશ માલધારી સેલના મહામંત્રી કિરણભાઈ દેસાઈએ મહેશભાઈ દેસાઈ, કિરણભાઈ દેસાઈ, સંદીપભાઈ, આનંદભાઈ દેસાઈ અને ચિરાગભાઈ, હિતેશભાઈ રામપુરા, વિજય ભાઈ, જયેશભાઇ તથા તેમના સમર્થકોને ટોપી અને કેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા.