ગણેશ ઉત્સવની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શિવ-ગૌરી નંદન તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે તેમના ઘરમાં નિવાસ કરે છે. મુંબઈમાં ગણેશ ઉત્સવ પર ખૂબ જ ધામધૂમ જોવા મળે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યના વહીવટીતંત્રને આગામી ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહનો માટે ટોલ પ્લાઝા પર એક અલગ લેન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, એક્સપ્રેસ વે પર ટ્રાફિકના પ્રવાહને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશભરમાં 31 ઓગસ્ટથી 10 દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે. શિંદેએ ખાલાપુર ટોલ પ્લાઝાની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીએ તહેવારો અને રજાઓ દરમિયાન ટોલ પ્લાઝા પર જામની સ્થિતિને દૂર કરવા માટે વધુને વધુ કર્મચારીઓને તૈનાત કરવા જણાવ્યું છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને સંભવિત અકસ્માતોને રોકવા અને એક્સપ્રેસ વે પર સુરક્ષા વધારવા માટે સીસીટીવી સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. બીજી તરફ, શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ-બેંગલુરુ અને મુંબઈ-ગોવા એક્સપ્રેસવે તેમજ અન્ય પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) રોડ પરના ટોલ પ્લાઝા પર 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ટોલ માફ કરવાનો આદેશ આપ્યો હતો. ગણેશ ઉત્સવ..