જાણીતા અભિનેતાઅનુપમ ખેરનું Twitter એકાઉન્ટ મંગળવારે હેક થઈ ગયુ છે.હૅકર્સે પોતાની જાતને તુર્કીમાં સ્થિત વ્યક્તિ તરીકે ઓળખ અાપી છે.તેમના પ્રથમ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ‘તમારૂ એકાઉન્ટ તુર્કી સ્થિત સાયબર આર્મી અાઇડિઝ દ્વારા હેક કરી છે.તમારો તમામ જરુરી ડેટા કેપ્ચર થઇ ગયો છે.હૅકર્સે અંતમા જે લખ્યુ તે ઘણુ હેરાન કરી દે તેવુ હતુ. હૅકર્સે અંતમા લખ્યું- ‘આઈ લવ પાકિસ્તાન’
અેજ અાઈડી પરથી સતત અેક પછી એક ટ્વિટ કરવામાં અાવ્યા, બધા Twitterમાં ‘આઇ સપોર્ટતુર્કી’ અને ‘આઇ લવ પાકિસ્તાન’ લખેલ છે.સાથે તુર્કીનો ઝંડો અને બંદૂક પકડેલા અાતંકી અને મિસાઇલ્સ જોવા મળ્યા હતા.