સુરતનો પ્રખ્યાત બ્લેક મની બાદશાહ ગણાતા જીગ્નેશ ભજીયાવાળા આજે સુરત પોલીસ કમિશ્નર ઓફીસ પહોંચ્યા હતા. નોટબંદી બાદ ઈડી દ્વારા સુરતના બહુચર્ચિત 500 કરોડ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે જેનો મુખ્ય આરોપી જીગ્નેશ ભજીયાવાળા જામીન મેળવ્યાના 48 કલાક બાદ સુરત પોલીસ કમિશ્નર ઓફીસ પોતાનું જપ્ત રિવોલ્વર લાયસન્સ મેળવવા હાજર રહ્યો હતો. બ્લેક મની કિંગ કહેવાતા જીગ્નેશ ભજિયાવાળા ઉપર ઈડીની તપાસ શરૂ થતાં પોલીસે તેનો રિવોલ્વર લાઇસન્સ જપ્ત કરી લીધો હતો. જે પરત મેળવવા માટે જીગ્નેશ ધમપછાડા કરી રહ્યો છે. આજ રોજ જીગ્નેશ ભજીયાવાળો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યો હતો. જ્યાં મીડિયા દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે તેણે રિવોલ્વરનું જપ્ત લાયસન્સ મેળવવા માટે આવ્યો હોવાની વાત જણાવી હતી. જીગ્નેશે જણાવ્યુ હતુ કે,પોલીસ દ્વારા રિવોલ્વરનું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે ,તે મેળવવામાં માટે આજ રોજ પોલીસ કમિશનર કચેરી આવવાનું થયું છે. લાયસન્સ જમા છે તે મેળવવું તો પડે જ,તેવી વાત જણાવી હતી.
ત્યારે અહીં સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ,ગુજરાતના સૌથી મોટા મની લોન્ડરિંગ કેસના આરોપી જીગ્નેશ ભજીયાવાળા ને પોલીસ લાયસન્સ આપશે કે કેમ ?કારણ કે આ લાયસન્સ મેળવ્યા બાદ આ કેસના સાક્ષીઓને ધમકી પણ આપી શકે છે અથવા તો પોતાના જાનને પણ જોખમ ઉભું કરી શકે છે.