ભારતની સ્વતંત્ર હિસાબ સમિતિમાં બહાર આવી ગંભીર બેદરકારી
- મજૂરોના પરસેવાના પૈસા સરકાર વાપરી નાખે છે
દિલીપ પટેલ
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2025
રાજ્ય મકાન અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ (બોર્ડ)ની શરૂઆતમાં, ડિસેમ્બર 2004માં રાજ્ય સરકાર દ્વારા બોર્ડની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ સમયાંતરે તેમાં પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. પણ મજૂર કલ્યાણ બોર્ડ મજૂરોનું કલ્યાણ કરવાના બદલે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી આપવા માટે ભાજપની 4 સરકારોએ શાહમૃગ નીતિ આપવાની છે. કાયદાઓનો સરેઆમ ભંગ સરકાર કરી રહી છે. તે અંગે સીએસીના અહેવાલમાં બહાર આવ્યું છે.
ઓડિટમાં નવેમ્બર 2017માં બોર્ડની યોગ્ય રચના ન થાય ત્યાં સુધી અધ્યક્ષ દ્વારા ચાલુ રાખવામાં આવ્યું. નવેમ્બર 2017થી લગભગ પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં, માર્ચ 2022 સુધી એક સભ્યનું બોર્ડ નોકરીદાતાઓ અને કામદારોના પ્રતિનિધિઓ વિના કાર્યરત હતું. 7 વર્ષે પણ 2025માં ભૂપેન્દ્ર પટેલની સરકારે કંઈ કર્યું નથી.
રાજ્ય સરકારને સલાહ આપવા માટે રાજ્ય સલાહકાર સમિતિ (SAC) ની રચના કરશે. ભાજપની મોદી, આનંદી, રૂપાણી, પટેલની સરકારે 2011થી સલાહકાર સમિતિની રચના કરી નથી.
બોર્ડે કલ્યાણ ભંડોળની રચના કરી નથી. સેસ કલેક્ટર દ્વારા એકત્રિત કરવામાં આવતો સેસ સરકારી ખાતામાં જમા થાય છે.
બોર્ડની નિયમિત જગ્યાઓમાંથી 72 ટકા અને ડિશના સિનિયર ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટરની 42 ટકા જગ્યાઓ ખાલી હતી. જિલ્લા બોર્ડ કચેરીઓમાં નિરીક્ષકની અલગ જગ્યા મંજુર કરી નથી.
તેથી યોજનાઓ ખોરંભે પડી ગઈ હતી.
બિલ્ડરોની નોંધણીની સંખ્યા 2017માં 668 હતી તે વધીને 2022માં 4,087 થઈ ગઈ. 2025માં તે 5 હજાર થઈ ગઈ છે.
બાંધકામ પ્રવૃત્તિનું સંચાલન અને અધિકૃત કોઈ પદ્ધતિ ગોઠવવામાં આવી નથી. જે બિલ્ડરોને સીધો ફાયદો કરાવે છે. તેથી બધા બિલ્ડરોની નોંધણી થઈ શકતી નથી.
બાંધકામનો નકશો તથા બાંધકામ પ્રવૃત્તિ અંગે ભારત સરકારની સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું નથી.
બોર્ડે કામદારોની ઓળખ માટે સર્વેક્ષણ કર્યું નથી. બાંધકામ કામદારોની નોંધણીની અરજીઓના નિકાલ માટે સમય રેખા નક્કી કરી નથી. કામદારોની નોંધણી માટે નિયંત્રણ પદ્ધતિ અપૂરતી હોવાનું જણાયું
મકાન અને બાંધકામ કામદારો સિવાયના ધંધાના કામદારો નોંધાયેલા મળી આવ્યા હતા.
2017-22 દરમિયાન કામદારોને જાગૃત કરવા રૂ. 20 કરોડની ગ્રાન્ટમાંથી, માર્ચ 2022 સુધી ફક્ત રૂ. 2.82 કરોડ (14 ટકા) જ વાપરી શક્યું.
મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનના વિડિયો સરકાર બનાવે છે પણ મજૂરોની કલ્યાણકારી યોજનાઓના વીડિયો બનાવતી નથી.
રકમ આવે તેના ત્રીસ દિવસની અંદર બોર્ડને આપી દેવાની હોય છે તે સરકાર આપતી નથી. સરકાર પોતે મજૂરોના પૈસા વાપરે છે.
2006-07થી 2022-23માં રૂ. 4,788 કરોડની રકમ સરકારી ખાતામાં સેસ તરીકે જમા કરવામાં આવી હતી. સરકારે બોર્ડને 2,545 કરોડ રૂપિયા (53 ટકા)ની ગ્રાન્ટ આપી કરી હતી. રૂ. 2,243 કરોડ રૂપિયા (47 ટકા) રાજ્ય સરકાર વાપરતી હતી.
બાંધકામ ખર્ચના બે ટકાથી વધુ નહીં પરંતુ એક ટકાથી ઓછી સેસ વસૂલવાની હોય છે.
રાજ્ય સરકારે 2006માં સુપર બિલ્ટ-અપ એરિયાના ચોરસ મીટર દીઠ રૂ. 30 વસૂલી રહી હતી જે પાછળથી સુધારીને બાંધકામ ખર્ચના એક ટકાના દરે સેસ કરી હતી. તે રીતે પણ બાંધકામના 1 ટકો રકમ વસૂલવામાં આવતી નથી. આમ કરીને કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને ભાજપની સરકાર ફાયદો કરાવી રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકા માર્ચ 2021 અને માર્ચ 2022ની વચ્ચે રૂ. 72 કરોડ એકત્રિત કર્યા હતા. રોડ સેસની રકમ સરકારી ખાતામાં જમા કરવામાં આવી ન હતી. અમદાવાદની ભાજપ સરકારે તે વાપર્યા હતા.
રાજ્યના પાટનગર ગાંધીનગરની ગાંધીનગર મહાનગરપાલિકા બની ત્યારથી માર્ચ 2010થી બિલ્ડરો પાસેથી લીધેલા નાણાનો હિસાબ જ રાખ્યો નથી. સપ્ટેમ્બર 2024 સુધીમાં વર્ષ 2018-23 માટે સરકારી ખાતામાં રૂ. 27.52 કરોડ અને રૂ. 28.42 કરોડ જમા કરાવ્યા હતા.
2017-22ના વર્ષમાં 5 જિલ્લાઓના હિસાબો તપાસવામાં આવ્યા તો ગંભીર બેદરકારી બહાર આવી હતી. 20 બિલ્ડરો કે ઠેકેદારોએ 16 મહિના પછી રકમ આપતા જોવા મળ્યા હતા.
સલામતી, આરોગ્ય અને કલ્યાણ
50 કે તેથી વધુ મકાન બાંધકામ કામદારો તો કામદારોની સલામતી અને આરોગ્ય અંગે લેખિત નીતિ હોવી જરૂરી છે. 50 ઠેકેદારોની તપાસ કરી તો જેમાં 50 કે તેથી વધારે હોય એવા 19 ઠેકેદારો હતા જેમાંથી 6એ લેખિત નીતિ તૈયાર કરી ન હતી. બાકીની 13 સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલી નીતિ અધૂરી હતી.
સુરક્ષા
50 ઠેકેદારો અને બિલ્ડરો કામદારોને કઈ રીતે સલામતી આપે છે તેની તપાસ કરી તો મોટી ખામી મળી આવી હતી જેમાં 66 ટકા પાસે ઓવરહેડ સુરક્ષા ન હતી.
60 ટકા કામદારો પાસે આંખ સુરક્ષા આપવામાં આવી ન હતી.
28 ટકા મજૂરોને માથાની સુરક્ષા આપવામાં આવી ન હતી.
64 ટકા ઠેકેદારોએ અગ્નિશામક સાધનો રાખ્યા ન હતા.
22થી 88 ટકા સ્થળોએ તબીબી કટોકટીનો સામનો કરવાની તૈયારીનો અભાવ હતો.
38 ટકા બિલ્ડરોએ મજૂરોના કામચલાઉ રહેઠાણની જોગવાઈ કરી ન હતી.
નોંધણી કરાવેલા પ્રોજેક્ટમાં સંસ્થાઓના નિરીક્ષણની સંખ્યા 2017માં 799થી વધીને 2022માં 3,378 થઈ ગઈ. જોકે, 14,295 નોંધાયેલી સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 2,146 (15 ટકા)નું
ક્યારેય નિરિક્ષકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું નથી.