ICCના બોસ જય શાહનો ઐતિહાસિક નિર્ણય: મહિલા વર્લ્ડ કપમાં પહેલીવાર જોવા મળશે આ નજારો
આઈસીસી મહિલા વિશ્વ કપ 2025ની શરૂઆત 30 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે અને તે પહેલા ICCના ચેરમેન જય શાહે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. પહેલીવાર, આ ટૂર્નામેન્ટમાં તમામ મેચ ઓફિશિયલ્સ અને અમ્પાયર મહિલાઓ હશે. આ નિર્ણયને ICCના ચેરમેન જય શાહે ક્રિકેટ જગતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યો છે.
આઈસીસીએ મહિલા વિશ્વ કપ માટે તમામ ફીમેલ ઓફિશિયલ્સના પેનલની જાહેરાત કરી છે, જેમાં મેચ રેફરી અને અમ્પાયરનો સમાવેશ થાય છે. આ પેનલની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
મેચ રેફરી:
- ટ્રુડી એન્ડરસન
- શાંદ્રે ફ્રિટ્ઝ
- જી.એસ. લક્ષ્મી
- મિશેલ પેરેઈરા
A world-class panel of 14 umpires and four match referees to officiate at #CWC25 starting September 30.
Details 👇https://t.co/hEsnDSc4I8
— ICC (@ICC) September 11, 2025
અમ્પાયર:
- લોરેન અજનબેગ
- કેન્ડેસ લા બોર્ડે
- કિમ કોટન
- સારાહ ડમ્બનેવાના
- શાથીરા ઝાકીર જેસી
- કેરીન ક્લાસ્ટે
- જનાની એન
- નિમાલી પેરેરા
- ક્લેરી પોલોસાક
- વૃંદા રાઠી
- સુઈ રેડફર્ન
- એલોઈસ શેરીડન
- ગાયત્રી વેણુગોપાલન
- જેકલીન વિલિયમ્સ
ICCના બોસ જય શાહે શું કહ્યું?
મહિલા વર્લ્ડ કપ માટે ફીમેલ પેનલની જાહેરાત પર ICCના ચેરમેન જય શાહે નિવેદન આપ્યું કે, “આ મહિલા ક્રિકેટની યાત્રામાં એક મોટો અને મહત્વપૂર્ણ પળ છે, જે દરેક પ્રકારની રમતોમાં ઘણી શાનદાર વાર્તાઓ રચશે. મેચ ઓફિશિયલ્સની સંપૂર્ણ મહિલા પેનલનો સમાવેશ કરવો એ માત્ર એક મોટી સિદ્ધિ નથી, પરંતુ આ ICCની જેન્ડર ઈક્વાલિટી જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને રમતમાં એક નવો અધ્યાય લખતા ગર્વ થાય છે. અમને લાગે છે કે આ નિર્ણય મહિલાઓને ઓફિશિયલ સંબંધિત કારકિર્દી અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે.”
2025ના ICC મહિલા વિશ્વ કપનું શેડ્યૂલ
તારીખ | મેચ | સ્થળ |
30 સપ્ટેમ્બર 2025 | ભારત vs શ્રીલંકા | ગુવાહાટી |
1 ઓક્ટોબર 2025 | ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ | ઈન્દોર |
2 ઓક્ટોબર 2025 | બાંગ્લાદેશ vs પાકિસ્તાન | કોલંબો |
3 ઓક્ટોબર 2025 | ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા | ગુવાહાટી |
4 ઓક્ટોબર 2025 | ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા | કોલંબો |
5 ઓક્ટોબર 2025 | ભારત vs પાકિસ્તાન | કોલંબો |
6 ઓક્ટોબર 2025 | ન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકા | ઈન્દોર |
7 ઓક્ટોબર 2025 | ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ | ગુવાહાટી |
8 ઓક્ટોબર 2025 | ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન | કોલંબો |
9 ઓક્ટોબર 2025 | ભારત vs દક્ષિણ આફ્રિકા | વિશાખાપટ્ટનમ |
10 ઓક્ટોબર 2025 | ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ | ગુવાહાટી |
11 ઓક્ટોબર 2025 | ઈંગ્લેન્ડ vs શ્રીલંકા | કોલંબો |
12 ઓક્ટોબર 2025 | ભારત vs ઓસ્ટ્રેલિયા | વિશાખાપટ્ટનમ |
13 ઓક્ટોબર 2025 | દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ | વિશાખાપટ્ટનમ |
14 ઓક્ટોબર 2025 | ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા | કોલંબો |
15 ઓક્ટોબર 2025 | ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન | કોલંબો |
16 ઓક્ટોબર 2025 | ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ | વિશાખાપટ્ટનમ |
17 ઓક્ટોબર 2025 | દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા | કોલંબો |
18 ઓક્ટોબર 2025 | ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન | કોલંબો |
19 ઓક્ટોબર 2025 | ભારત vs ઈંગ્લેન્ડ | ઈન્દોર |
20 ઓક્ટોબર 2025 | શ્રીલંકા vs બાંગ્લાદેશ | નવી મુંબઈ |
21 ઓક્ટોબર 2025 | દક્ષિણ આફ્રિકા vs પાકિસ્તાન | કોલંબો |
22 ઓક્ટોબર 2025 | ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ | ઈન્દોર |
23 ઓક્ટોબર 2025 | ભારત vs ન્યુઝીલેન્ડ | નવી મુંબઈ |
24 ઓક્ટોબર 2025 | પાકિસ્તાન vs શ્રીલંકા | કોલંબો |
25 ઓક્ટોબર 2025 | ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા | ઈન્દોર |
26 ઓક્ટોબર 2025 | ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ | વિશાખાપટ્ટનમ |
26 ઓક્ટોબર 2025 | ભારત vs બાંગ્લાદેશ | નવી મુંબઈ |
29 ઓક્ટોબર 2025 | સેમીફાઈનલ 1 | ગુવાહાટી/કોલંબો |
30 ઓક્ટોબર 2025 | સેમીફાઈનલ 2 | નવી મુંબઈ |
2 નવેમ્બર 2025 | ફાઇનલ | કોલંબો/નવી મુંબઈ |